ભરૂચની દલાલ સ્કૂલ પાસે આવેલ વોરવાડ વિસ્તારમાં એક ટ્રસ્ટ નું મકાન ધરાસાઈ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આજ રોજ સવારના ૧૦ વગ્યાના સુમારે ભરૂચ દલાલ સ્કૂલ પાસે આવેલ વોરવાડ વિસ્તારમાં આવેલ અલ-મદરસા બુરહાનિયા ટ્રસ્ટ કે જે આશરે ૧૦૦ વર્ષ જુની બિલ્ડીંગ આવેલી છે.તેની એક સાઈડ પરનો મકાનનો ભાગ મોટા અવાજ સાથે ધરાસાઈ થતાં સ્થાનિકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.જ્યારે મકાન નીચે પાર્ક કરેલ બે ટુ વહીલર ગાડીઓ મકાનના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.

બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ફાયરના લશ્કરોએ જગ્યા પર પહોંચી નમી ગયેલ મકાનની ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.જોકે સદ નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
અત્રે ઉલ્લેખનીય છે જે નગરપાલિકા દ્રારા વર્ષો જુના મકાનોમાં રહેતા લોકોને નોટિસો આપ્યા હોવા છતાં લોકો પોતાના મકાનો ખાલી કરતાં નથી અને જો કોઈ મોટી જાન હાની થશે તો તે જવાબદારી કોણ લેશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





