સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી

0
15

સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. ડી.જે.વાઘેલાને બાતમી મળેલ કે, પાણશીણા પો.સ્ટે.ના ભથાણ ગામે જુગાર રમાય છે, એવી માહિતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે.વાઘેલાને મળેલી.

પાણશીણા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ.ડી.જે.વાઘેલા તથા સ્ટાફના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો.વાલજીભાઇ ભુવાત્રા સહિતની ટીમ દ્વારા ઉપરોકત ભથાણ ગામની સીમમાં આરોપીઓ ૧) જાવીદભાઇ અહેમદભાઇ ભથાણીયા જાતે -મુસ્લીમ ઉ.વ.૨૩ (૨) હુસેનભાઇ મહંમદભાઇ ભથાણીયા જાતે મુ.માન ઉ.વ.૨૫ (૩) અબ્બાસભાઇ રસુલભાઇ ભથાણીયા જાતે મુસ્લીમ ઉ.વ.૩૯ (૪) મહેશભાઇ હરજીભાઇ બગોદરીયા જાતે ત.કોળી ઉ.વ.૨૬ રહે તમામ ભથાણ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર ને જાહેરમાં જુગાર રમતા, ૫૨૦૦/- તથા મોબાઇલ નંગ ૨ કિ.રૂ.૧૫૦૦/- કુલ કિંમત રૂ. ૬૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY