સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….
લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જી. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. ડી.એમ.ઢોલ ની સૂચના મૂજબ પો.સબ.ઇન્સ એ.વી.પાતાળીયા તથાા પો. કોન્સ બટૂકભાઈ વાઘેલા તથા પો. કોન્સ. મૂન્નાભાઈ રાઠોડ તથા પો.કોન્સ. આલાભાઇ વીરાભાઇ રોજીયા તથા પો.કોન્સ. મનોજભાઈ ઝાલા વિગેરે સ્ટાફના માણસો પેેેેટોલીંંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. મૂન્નાભાઈ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, થાનગઢ તરણેતર રોડ પર આવેલ મોટા તળાવની પાળ ઊપર જાહેરમાંં ગંજીપત્તાના પાના વતી તીનપત્તીનો જુગાર રમે છે.
જેેેેથી થાનગઢ પોલીસને મળેલ બાતમી આધારે પોલીસ ઈન્સ. ડી.એમ.ઢોલ.સા.ની સૂચના મૂજબ થાનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે મોટા તળાવની પાળ ઉપર જૂગાર અંંગેે રેઇડ કરતા આરોપીઓ (૧) વહતૂભાઈ વીરાભાઈ ધાધલ જાતે કાઠી દરબાર ધંધો મજુરી રહે હીટરનગર, થાનગઢ (૨) પ્રવીણભાઈ છોટુભાઈ પરમાર જાતે અનૂ જાતિ ઉવ 35 ધંધો મજુરી રહે. આબેડકરનગર 4 થાનગઢ (૩) બાબુભાઈ હકાભાઈ બાવળીયા જાતે ત.કોળી ઉવ 33 ધંધો મજુરી રહે. જોષીપરા રેલ્વે સ્ટેશન પાછળ, જય અંબે સોસાયટી થાનગઢ (૪) નવીનભાઈ મનજીભાઈ વઘેરા જાતે અનૂ જાતિ ઉવ 40 ધંધો મજુરી રહે. હાઊસીગ બોર્ડ થાનગઢ વાળાઓ પાસેથી જુગારની રેઇડ દરમ્યાન રૂ. 10160/- રોકડા તેમજ ગંજીપત્તા ના પાના નંગ 52 કિ.રૂ. 00/00 એમ મળી કુલ રૂપીયા 10160/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ છે જેથી મજકૂર આરોપીઓ વિરૂધ્ધ પો.કો. બટૂકભાઈ વાઘેલા થાનગઢનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદ નોંધાવી આગળની તપાસ ટાઉન બીટ ઇન્ચાર્જ રામભા ડી રાજૈયા પો.હેડ કોન્સ થાનગઢવાળાઓ ચલાવી રહેલ છે.
રિપોર્ટર દિપકસિંહ
લીંબડી.7016170844
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



