નયા ભારતના નિર્માણમાં અગત્યની ભૂમિકા સમાન આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની તમામ લોકસભા સીટ પર ઉમેદવારો પસંદ કરવાની લોકશાહી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવેલ છે જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા સીટ માટે ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકો
સૌરભભાઇ પટેલ (મંત્રી ગુજરાત સરકાર )
નીતિનભાઇ ભારદ્વાજ ( લોકસભા સીટ ઇન્ચાર્જ સુરેન્દ્રનગર )
જસુમતિબેન કોંરાટ (પૂર્વ મંત્રી, પ્રદેશ મહિલા મોરચા ના મહામંત્રી ) આજરોજ તા:- 15 મી માર્ચના રોજ સુરેન્દ્રનગર ખાતે હોટેલ પ્રેસિડેન્ટ મા વહેલી સવારથી જ આવી પહોચ્યા હતા અને સવારે 9/30 વાગ્યાથી વિધાનસભાઓ ના જિલ્લા અને શહેર ના અપેક્ષિત કાર્યકર્તાઓ ને વિધાનસભા સહ વારાફરતી સાંભળ્યા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





