સુરેન્દ્રનગર,તા.૨૯
સુરેન્દ્રનગરના સાયલા ગામમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આશરે ૧૮ હજાર લોકો સાયલામાં રહે છે જેમને ૧૨ દિવસે પીવા માટે પાણી મળે છે. જ્યારે બીજી બાજુ થોરીયાળીના જેમ મરફતે સાયલાને પાણી પુરૂ પાડવા માત્ર આવે છે પરંતુ હાલ આ ડેમ સુક્કો ભટ બન્યો છે. અને સાથે ૨૪ ગામોને સિંચાઈ માટે પણ પાણી નથી, તો સાયલાના લોકોને પાણી માટે ૧ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવુ પડે છે અને ૩૦૦ રૂપિયા આપી અઠવાડિયામાં એક વાર ટેન્કરનુ પાણી લાવી ગુજરાન ચલાવુ પડે છે ત્યારે ગામ્રપંચાયત પર લોકો રાષ ઠાલવી રહ્યા છે.
ત્યાં જ બીજી બાજૂ નવાઈની વાત એ છે કે કરોડોના ખર્ચે ૨૦૦૧માં લોકોને સ્વચ્છ અને ચોખ્ખુ પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવામાં આવ્યો હતો પણ હવે આ ફિલ્ટર પ્લાન્ટ બાજુમાં રહીને કબુતરખાનુ અને કબાડી ખાનુ વધારે લાગે છે.
પ્લાન્ટમાં કબુતના મૃતદેહ ઠેર ઠેર જાવ મળે છે તો આ પ્લાન્ટનો મતલબ શુ? બીજી બાજૂ પાણી સિંચાઈ સમિતી કહી રહી છે અમે પ્લાન્ટ તાલુકા પંચાયતને સોંપી દીધો છે તો તાલુકા પંચાયત કહી રહી છે કે આ પ્લાન્ટ અમારા હસ્તગતજ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



