ગરમીને કારણે ૧૦૦થી વધુ ઘેટા મોતને ભેટતા હાહાકાર મચ્યો

0
9

સુરેન્દ્રનગર,તા.૩
સુરેન્દ્રનગર જીલ્લામાં ગરમી અને પાણી વગર વલખા મારતા મારતા ૧૦૦થી વધુ ઘેટાના મોત નિપજ્યા છે. બગોદરાથી કચ્છ તરફ પ્રયાણ કરી રહેલા માલધારીઓ પર ગરમીને પગલે અણધારી આફત આવી પડી, અને પોતાના ૧૦૦થી વધુ ઘેટા મોતને ભેટ્યા છે. સૂત્રો અનુસાર, માલધારી પોતાના ઢોર ઢાંખર લઈને બગોદરાથી ભચાઉ જઈ રહ્યા હતા ત્યારે રાણાગઢના નળસરોવરની ખારીમાં ગરમી અને પાણી વગર અબોલ પશુઓ મોતને ભેટ્યા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેર વરસાવતી ગરમીના લીધે લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ગરમીના પ્રકોપથી ઝાડા-ઉલટી અને ટાઈફોઈના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. બીજી તરફ હજુ એક સપ્તાહ સુધી ગરમીનો ઘટાડો થવાની શક્યતાઓ નહીવત છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહ સુધી ૪૩ ડિગ્રી તાપમાન રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY