સુરેન્દ્રનગર ઓ. બી. સી /એસ. સી /એસ . ટી એકતા મંચ દ્વારા આજ થી માલધારી સમાજ માટેના આંદોલનનો પ્રારંભ .

0
11

શહેરી વિસ્તારમાં જે ગૌચર જમીન પર વેપારીકરણ થયુ છે તે ખાલી કરાવી માલધારી સમાજને આપવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું .

સુરેન્દ્રનગર જિલ્લાના ઓ. બી. સી /એસ. સી /એસ . ટી એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ ગૌચર સુરક્ષિત કરવામાં આવે અને અદાણી , એસ્સાર જેવા મોટા કે નાના ઉધ્યોગપતિ , બિલ્ડરો , રાજકીય નેતાના મળતીયા તથા ભૂમાફિયાઓને આપવામાં ન આવે અને ભૂતકાળ માં જેને ગૌચર જમીન આપેલ છે તેને તાત્કાલિક ગાય માતા માટે સુરક્ષિત કરવામાં આવે અને જો સરકાર આવું કરવામાં જરા પણ વિલમ્બ કરશે તો વિધાનસભા તથા જે ઉધ્યોગપતિ એ ગૌચર ની જમીન પર કબજો કરેલ છે તેવા ઉધ્યોગપતિઓનો ઘેરાવો કરવામાં આવશે .
ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડી ગામના રેવાભાઈ માલધારી આગેવાન નુ આંદોલન દરમિયાન મોત થયુ હતું .રેવાભાઈના આંદોલન દરમિયાન જે અધિકારીઓ ફરજ પર હતા તેમને બેદરકારી બદલ તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે .રેવાભાઈ ને સરકાર તાત્કાલિક સહીદ જાહેર કરે અને રેવાભાઈ ના પરિવારને તાત્કાલિક 25 લાખની સહાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી .
સરકાર દ્વારા ગુજરાતના કચ્છમાં 10,000 એકર ગૌચર જમીન ઉધ્યોગના નામે બાબા રામદેવ ને આપવાનુ કાવતરૂ કરે છે અને જો આવું થશે તો અમે એનો સખ્ત વિરોધ કરીશુ અને બાબા રામદેવ તો શુ કોઈ પણ ઉધ્યોગપતિને અમે આ જમીન નહિ લેવા દઈએ .
વધુમાં જણાવતા , પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તારની પણ આ દસા છે અને જીતુ વાઘાણીના આઘસવાયદ થી આ મતવિસ્તારની ગૌચર ની જમીનો પર દબાણો થયા છે અને અગાઉ પણ ભાજપના મંત્રીઓ ગૌચરની જમીનનુ કોમભાડ આચરી ચૂક્યા છે .
આગામી સમય માં દ્વારકા , સોમનાથ , અમ્બાજી , બહુચરાજી , ચોટીલા , જૂનાગઢ , કચ્છ, ગાંધીનગર , મહીસાગર , સહિત અનેક સ્થળો પર માલધારી સમાજ પર થતા અત્યાચારો ને લઈને પ્રતીક ઉપવાસ કરવામાં આવશે તથા ગૌચરની જમીન ખાલી કરવામાં નહિ આવે તો 1 હજાર ગાયો લઈને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે એવુ જણાવામાં આવ્યું હતું .

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY