ફેસબુકે ૧૫ લાખ યુઝર્સના ઇ-મેલ કોન્ટેક્સ અપલોડ કર્યા

0
27

વાશિંગ્ટન,તા.૧૯
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના યુઝર્સના પ્રાઇવેસી અંગે ફરી એકવાર સવાર ઉભા થયા છે. ફેસબુકે બુધવારે જણાવ્યું હતું કે, કંપનીએ મે ૨૦૧૬થી અત્યાર સુધી અજાણતા ૧૫ લાખ યુઝર્સના ઇ-મેલ કોન્ટેક્સ અપલોડ કરી દીધા હતા. કંપનીએ માર્ચમાં પ્રથમ વખત સાઇન-અપ કરનારા યુઝર્સના ઇમેલ પાસવર્ડ વેરિફિકેશ ઓપ્શન પણ બંધ કરી દીધું હતું. એવી પણ ઘટનાઓ સામે આવી છે જે મુજબ યુઝર્સ દ્વારા એકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ તેમના કોન્ટેક્સ ફેસબુક પર અપલોડ થઇ ગયા હતા.
ફેસબુકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને લાગે છે કે લગભગ ૧૫ લાખ યુઝર્સના ઇમેલ કોન્ટેક્સ અપલોડ થયા છે. આ કોન્ટેક્સ કોઇની સાથે શેર કરાયા નથી અને કંપની હવે તેને ડિલીટ કરવાનું કામ કરી રહી છે. જે યુઝર્સના કોન્ટેક્સ અપલોડ થયા છે તેમને કંપની દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે. ત્યારબાદ કંપની દ્વારા આપવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સમસ્યાને ફિક્સ કરવામાં આવી રહી છે.
અગાઉ એક રિપોર્ટમાં જણવવામાં આવ્યું હતું કે, ફેસબુક યુઝર્સ દ્વારા એકાઉન્ટ ઓપન કર્યા બાદ તેમની પરવાનગી વગર જ તેમના ઇ-મેલ કોન્ટેક્સ સેવ કરવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY