રસોયો બદલવા ભાજપમાં વિચારણા રૂપાણી સરકાર કરવા જાય છે કંસાર અને થઇ જાય છે થુલી

0
6

ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રજાની વાહવાહી મેળવવા રોજે રજ નવી નવી જાહેરાતો કરે છે . પરંતુ તેમના નસીબ કહો કે અનઆવડત કે પછી નબળાઈ , પણ કરવા જાય છે કંસાર અને થઇ જાય છે થુલી . ગુજરાતમાં સળગતા સવાલો પૈકી નો એક પ્રશ્ન શિક્ષિત બેરોજગારી નો છે . આ માટે રૂપણી સરકારે ભરતી માટેનું કેલેન્ડર તૈયાર કર્યું છે. અને બહુ મોટા આંકડાઓ સાથે પાંચ વર્ષમાં કેટલાને સરકારી નોકરી મળશે તેના મોટા આંકડાઓ જાહેર કર્યા કે . આ જાહેરાત થી પ્રજા કે યુવાનો ખુશ થઇ જાય એવું મનાવું ભુલ ભરેલું છે . તમે રોજગારી આપો તો તમને શાબાશી મળે ભરતીની જાહેરાતો થી કોઈની આવક વધી જતી નથી . અને બન્યું છે પણ એવું કે ભરતી પક્રિયામાં ભાજપની એક ટોળકી જે રીતે ભ્રષ્ટ રીત રસમો અજમાવે છે , તેનાથી યુવાનો વાકેફ થઇ ચુક્્યા છે . જેથી નોકરી – ભરતી માટેની જાહેરખબર પ્રસિદ્ધ થાય , બેકાર યુવાનો ફોર્મ અને રૂપિયા ભરે , પછી લાગવગ અને કેટલા રૂપિયામાં પતે એવું છે એની તપાસમાં લાગી જાય છે . તલાટીની ભરતી હોય કે ટાટ પેપર ફૂટવા અને લાગવગીયા ની સફળતાના સમાચારોએ યુવાનોનો પારદર્શક પ્રક્રિયા પરથી ભરોસો ઉઠાડી દીધો છે .
તાજેતરમાં ૬૧૮૯ લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટના અને પરીક્ષા મૌકુફ રાખવી પડી તેવી સરકારની ફજેતી એ રૂપાણી સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે . સરકારની દાનત બેરોજગારોને રોજગારી આપવાની છે , કે ભાજપના કાર્યકરોને ભરતી પ્રક્રિયા દ્વારા કરોડપતિ બનાવવાની છે તેવો પ્રશ્ન આમ નાગરિક ને મનમાં ઉઠે છે .
રૂપાણી સરકારે તલાટી ભરતી કાંડમાં ગંભીરતાથી પગલા ન લીધા તે જ બતાવે છે કે ભાજપ સરકાર અને પક્ષની ભાગીદારી થી જ બધું ચાલે છે . મુખ્યમંત્રી રૂપાણી રોજે રોજ નવી નવી જાહેરાતો કરીને રેકોર્ડ સ્થાપવાનો અભરખો પૂરો કરવાના કામે લાગ્યા છે . પરંતુ તમે કેટલી જાહેરાતો કરી એ મહત્વનું નથી . તમે એક વર્ષમાં એક એવી જાહેરાત કરો કે ગુજરાતની ૬.૫ કરોડની પ્રજા તમામને કંઇક મળ્યું હોવાનો અહેસાસ થાય . ખેડૂતોના મુદ્દે મગરના આંસુ રોજે રોજ સારવાથી ખેડૂતોનું કલ્યાણ નહિ થાય . કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ વધાર્યા . ખેડૂતો ખુશ થયા . પરંતુ રૂપાણી સરકારે ખરીદીમાં જે કૌભાંડો થયા તેને છાવરવાનો પ્રયાસ કર્યો તેનાથી જશને બદલે જૂતિયા મળ્યા . કૌભાંડીઓ તમામ ભાજપના હોદ્દેદારો હોવાથી સરકારે ઉપરછલી તપાસ કરીને કરોડોના કૌભાંડનો ઢાક પીછોડો કર્યો છે .
રૂપાણી સરકાર પ્રજાને કંસાર પીરસી શકે એમ નથી , અને થુલી થી પ્રજા મત નહિ આપે . આ વાત ભાજપના બે દિગ્ગજ નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ તથા ભાજપના ચાણકીય – રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સમજતા જ હોય . દિલ્હી થી મળતા સંકેતો મુજબ ૨૦૧૯ ની ચુંટણી જીતવા માટે પ્રજાને થુલીને પણ ટેસ્ટી નવી વાનગી તરીકે પ્રજાને પીરસી શકે એવા નવા મુખ્યમંત્રી આપવાની ગડમથલ ચાલી રહી છે . અને તેના માટે રૂપાણી ના સ્થાને રૂપાલાને લાવવા વિચારણા ચાલે છે . અત્યારે જરૂર એ છે કે તંત્ર પર કડક પક્કડ અને એવી જ કડક પક્કડ સંગઠન ઉપર રાખી શકે એવી જરૂરીયાત ને ધ્યાને રાખી રૂપાલા ને આગળ કરે એવું ચર્ચાઈ રહ્યું છે . રૂપાણી હોય કે રૂપાલા , જ્યાં સુધી રૂપિયાનો ઓડકાર તંત્ર અને વહીવટ કરતાઓને નહિ આવે ત્યાં સુધી આવા કૌભાંડો બંધ થાય તેમ નથી . ભૂખ કેટલી તીવ્ર છે એ પ્રજા વિચારી શકિત નથી . આખરે પ્રજા પોતાએ જે પીરસવાનું છે તે ‘ મત ’ નો ઉપયોગ કરવા તરફ વળે તેવું દેખાઈ રહ્યું છે . પરંતુ ભાજપ હિન્દુત્વના ઉપવાસ કરાવીને પ્રજાની ભૂખને રોકી શકે છે .

જસદણ વિધાનસભા પેટા ચુંટણીમાં બાવળીયા અને કોંગ્રેસની પરીક્ષા
કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવીને છ કલ્લાકમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવેલા કુંવરજી બાવળીયા અત્યારે કઠીન પરીક્ષા આપી રહ્યા છે . પક્ષ છોડવા સાથે બાવળીયાએ ધારાસભ્ય પદ પણ છોડવું પડ્યું હતું . હવે છ માસમાં ચૂંટાવવું જરૂરી હોવાથી પેટા ચુંટણી લડી રહ્યા છે . અત્યારે સમગ્ર ભાજપ સંગઠન અને ભાજપ સરકાર બાવળીયાને જસદણ બેઠક પરથી ચૂંટી કાઢવા કામે લાગ્યા છે . પરંતુ એક વાસ્તવિક્તાતો એ પણ છે કે આ જંગ માં ભાજપને નફા – નુકસાન જેવું કશું નથી . જે કાંઈ મેળવવાનું કે ગુમાવવાનું છે તે કોંગ્રેસને અને કુંવરજી બાવળીયાને છે . એવું કહી શકાય કે જસદણ બેઠકના બહુમત મતદારો કોંગ્રેસની વિચારધારા સાથે જાડાયેલા છે . ૧૬ ચુંટણીઓ માંથી ફક્ત એક વાર જ ભાજપને જીત મળી છે અને તે પણ કુંવરજી બાવળીયા નાં પરિવારવાદ નાં કારણે . જા આ ચૂટણીમાં કુંવરજી બાવળીયા ની જીત થાય છે , તો આ સમીકરણનો છેદ ઉડી જાય છે . અને બાવળીયા ની લોકપ્રિયતાને સીકો લાગશે . પરંતુ જા કોંગ્રેસના ઉમેદવાર જીતે તો સૌથી મોટું નુકસાન બાવળીયાને છે . ભાજપમાં તેમને કોઈ જ સ્થાન મળશે નહિ અને કોંગ્રેસ તેમને હવે કિયારેય પરત લેશે નહિ . જેથી ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિ બાવળીયા ની થઇ જશે . ભાજપની આ એક ચાલ છે . કોંગ્રેસના મજબુત નેતાને ભાજપમાં લાવીને ખૂણામાં બેસાડી દેવા જેથી કોંગ્રેસની તાકાત નબળી પડે . આવા અનેક ઉદાહરણો છે . જેમાંથી બાવળીયા કશું શીખ્યા નથી . મંત્રી પદ કેટલા દિવસ એ નક્કી નથી . ચૂટણીમાં જીતી જાય તો મંત્રી પદ રહેશે . પણ જયારે પણ ચુંટણી હારશે , ત્યારે તેમનું રાજકારણ પૂરું થઇ જશે . કોઈ પણ નેતા ગમે તેટલો શકિતશાળી હોય , પરંતુ પક્ષના બેનર વિના એકડા વિનાના મીંડા સમાન છે . અનેક નેતાઓ આ રીતે ખુણામાં ધકેલાઈ ચુક્વ્યા છે .
સરકાર હવે પોલીસનો ઉપયોગ બેંકોની માફક રીકવરી એજન્ટ તરીકે કરે છે
ગુજરાત સરકારનું બજેટ ખોરવાઈ ગયું છે કે પછી કોઈ મોટા ખર્ચાની જાગવાઈ કરવાની છે , ખબર નહિ , પણ આજકાલ પોલીસ તંત્રનો જે પ્રકારે ઉપયોગ થઇ રહ્યો છે , તે જાતા હવે ચડ્ડી બનીયન ધારી ટોળકી ખોફ ની લોકોને ધોળા દિવસે અનુભૂતિ કરાવે છે . રીવર ફ્રન્ટ ઉપર દર ૧૦૦ મીટર ના અંતરે પોલીસનો કાફલો આડેધડ વાહનો રોકીને પાવતીઓ ફાડવા માંડે છે . મહત્વના ચાર રસ્તાઓ પર પણ આજ પ્રકારે વાહન ચાલકોને દંડવાનું ચાલે છે . એજ નથી સમજાતું કે સરકારના ગૃહ વિભાગે પોલીસ તંત્ર પ્રજાના રક્ષણ માટે રાખ્યું છે કે સરકારની તિજારી ભરવા માટે . શહેરમાં ધોળા દિવસે ચોરી – લુંટફાટ થાય છે . ટ્રાફિક મા લોકો કલ્લાકો અટવાય છે . આ કામ બાજુ પર મુકીને હેલ્મેટ પહેરી છે કે નહિ , તે મહત્વનું બની ગયું છે . સરકારની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થી ભટકી ને તિજારી ભરવા તરફ સ્થિર થઇ ગઈ છે . લોકો કહેતા થઇ ગયા છે કે ધારાસભ્યોના પગાર વધાર્યા એ બજેટને પહોચી વડવા હવે પોલીસને આ જવાબદારી સોપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY