ચોટીલાની સરકારી જમીનનાં કૌભાંડી કલેક્ટર સહિત ૩ સામે ફરિયાદ

0
19

સુરેન્દ્રનગર,તા.૧૧
ચોટીલાની ૨૦૦૦ વીઘા (૮૦૦ એકર) જમીન પ્રકરણમાં એડિશનલ કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યા સહિત ત્રણ અધિકારીઓ સામે હોદ્દાના દુરુપયોગની ફરિયાદ થઈ છે. જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર ફરિયાદી બન્યા હતા. જમીન કૌભાંડથી સરકારને સવા ૩ કરોડનું નુકસાન થયું છે. ગુજરાત રેવન્યુમાં કલેક્ટર ફરિયાદી બન્યાનો પ્રથમ બનાવ છે.
રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી બિનપિયતની જમીનો નામે કરાવી લાભ મેળવનાર વ્યકિતઓ સાથે મેળાપીપણુ કર્યું હતું. ગુનાહિત કાવતરું રચી કાયદા વિરુદ્ધના હુકમો કરી સરકારી મિલકતનો દુર્વ્યય કર્યો હતો. ગેરકાયદે લાભ પહોંચાડી ત્રણેયએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારને રૂ. ૩,૨૩,૦૩,૫૫૬નું નાણાંકીય નુકસાન કરી ગુનો કર્યો હતો.
ત્રણેય મળીને જીવાપર તથા બામણબોર ગામની જમીન ૩૨૦ એકરના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. કોર્ટના હુકમનું ખોટું અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી દીધી હતી.
બામણબોર અને જીવાપર ગામની ૨૦૦૦ વીઘા સરકારી જમીન ખાનગી વ્યકિતના નામે કરવા મુદ્દે રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી.ઝેડ.ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને ૭મી ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY