ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતે ગત વર્ષે પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનના ગાલ પર સણસણતો તમાચો માર્યો હતો. પરંતુ પાકિસ્તાન દ્વારા થતી અવિરત ત્રાસવાદી પ્રવૃત્તિ બાદ ભારતીય સેના વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે તેવી વિચારથી જ પાકિસ્તાન ડરી ગયું છે.
ભારતીય સેનાના આક્રમક અંજામથી બચવા પાકિસ્તાને સરહદ પારના વિસ્તારોમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતના સેના પ્રમુખ જનરલ બિનિપ રાવતે તાજેતરમાં કહ્યું હતું કે, જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે, આતંકવાદીઓ વિરૂદ્ધ વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની જરૂર છે.
પાકિસ્તાનની સરકર અને ત્યાંની સેનાને લઈને બિપિન રાવતે ગઈ કાલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જ્યાં પાકિસ્તાનમાં સેના અને ISI સરકારને આધિન નહીં આવે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ નહીં સુધરે.
ભારતીય સેનાધ્યક્ષના આક્રમક વલણ બાદ ગુપ્તચર એજંન્સીઓનું પણ કહેવું છે કે, પાકિસ્તાની સેના પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતની કોઈ પણ આક્રમક કાર્યવાહીથી ડરેલી પાકિસ્તાન સેના તમામ મોરચે સાવચેતી દાખવી રહી છે. પાકિસ્તાની સેના પાક રેંજર્સ સાથે વ્યુહરચના કરવામાં લાગી ગઈ છે. જુદી જુદી ઠેકાણે મોર્ટાર તૈયાર રાખવામાં આવ્યા છે.
સરહદી વિસ્તારોમાંથી પાકિસ્તાને ૯૦ ટકા ગ્રામીણોને હટાવી લીધા છે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સીની સ્થિતિમાં કોઈ મોટી જાનહાની ન થઈ શકે તે માટે ગામડાઓ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. બીજી બાજુ ગુપ્તચર એજંસીઓના જણાવ્યા પ્રમાણે, પીઓકેમાં ભારતની ૬ આતંકી લોંચપેડ ધમધમી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે.
આ આતંકી લોંચપેડ મારફતે જ પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘુષણખોરી કરાવવાનો પ્રયાસ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જુદા જુદા ૬ લોંચિંગ પેડ પરથી લગભગ ૫૦ જેટલા આતંકવાદીઓ ઘુષણખોરી કરવાની ફિરાકમાં તાકીને બેઠા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




