નિફ્ટીએ ૧૧૦૦૦ની સપાટી કુદાવી
મુંબઈ,તા.૨૫
દિવસ દરમિયાન ભારે ઉથલપાથલ બાદ ભારતીય શેરમાર્કેટમાં તેજી સાથે કારોબાર બંધ થયો હતો. રોકાણકારોએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. પ્રમુખ સુચકાંક સેન્સેક્સમાં ૩૪૭ પોઈન્ટ વધીને ૩૬૬૫૨ના સ્તરે અને નિફ્ટી ૧૦૦ પોઈન્ટના વધારા સાથે ૧૧૦૬૭ના સ્તરે બંધ રહી હતી. સૌથી વધુ ખરીદારી હિન્દુસ્તાન યૂનિલીવરના અને એક્સીસ બેન્કોના શેરોમાં જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મિડકેપ ઈન્ડેક્સ પર ૦.૦૯ ટકા તેજી સાથે તો સ્મોલકેપમાં ૧.૧૯ ટકા ઘટાડા સાથે બંધ થયો હતો.
સેક્ટોરેલ ઈન્ડેક્સની વાત કરીએ તો રિયલ્ટી શેરોને છોડીને તમામ સૂચકાંક લીલા નીશાન પર કારોબાર બંધ થયો હતો. બેન્કમાં ૧.૪૪ ટકા, આૅટોમાં ૦.૯૯ ટકા, ફાઇનાશિયલ સર્વિસમાં ૧.૯૦ ટકા, એફએમસીજીમાં ૧.૨૬ ટકા, આઈટી શેરોમાં ૦.૩૭ ટકા, ફાર્મામાં ૨.૫૧ ટકા, પીએસયૂ બેન્કોમાં ૧.૬૨ ટકા, પ્રાઈવેટ બેન્કોમાં ૧.૩૬ ટકા તેજી જોવા મળી હતી.
નિફ્ટીના દિગ્ગજ શેરોમાં ૩૫ લીલા નિશાન પર તો ૧૫માં કડાકા સાથે કારોબાર બંધ રહ્યો હતો. સૌથી વધુ તેજી કોટક બેન્ક, એચડીએફસી, એસબીઆઈ, હિન્દુસ્તાન યૂનિલિવર અને લ્યૂપિનના શેરોમાં જોવા મળી હતી. કડાકો બોલ્યો હોય તેવા શેરોમાં ઇન્ડીયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ફ્રાટેલ, ગેલ, યેસબેન્ક અને પાવર ગ્રિડના શેરોમાં જોવા મળ્યો હતો.
નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં અન્ય કાઉન્ટર્સમાં ભારતી ટેલિકોમ (૩૭ ટકા), બીપીસીએલ(૩૩ ટકા), એસબીઆઇ (૨૫ ટકા), યુપીએલ (૨૩ ટકા) અને મારુતિ (૨૨ ટકા)નો સમાવેશ થાય છે. ત્રણ મહિના અગાઉ જ ૧૦,૦૦૦ની સર્વોચ્ચ ટોચ દર્શાવનાર મારુતિના શેરમાં છેલ્લાં કેટલાંક કાઉન્ટર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક એસબીઆઇનો શેર અન્ય પીએસયુ બેંક્સની સરખામણીમાં સારો દેખાવ દર્શાવે છે પરંતુ તેની ૩૫૨ની ટોચથી ૨૫ ટકા જેટલો ગગડી ચૂક્યો છે.
નિફ્ટી અને બેંક નિફ્ટી અનુક્રમે તેમની તાજેતરની ટોચથી ૬.૭૫ ટકા અને ૧૨ ટકાનો ઘટાડો દર્શાવી રહ્યા છે. બેંક નિફ્ટી તો ચાલુ કેલેન્ડરમાં ૨ ટકાનું નેગેટિવ રિટર્ન સૂચવે છે. મંગળવારે તે ૨૪,૯૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે ૨૮,૩૮૮ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી છેલ્લાં ૧૭ ટ્રેડિંગ સત્રોમાં ૬.૭૫ ટકાના ઘટાડા છતાં ચાલુ કેલેન્ડરમાં હજુ ચાર ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




