ગયા વર્ષની સરખામણીએ એફડીઆઈમાં ૪૩ ટકાનો વધારો થયો
ન્યુ દિલ્હી,તા.૨૮
પાકિસ્તાન સાથે વાત-ચીત મામાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યુ છે કે, જ્યારે સીમા પર અરથીઓ ઉઠતી હોય ત્યારે વાત-ચીતનો અવાજ ગમતો નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ૪ ફોર્મ્યૂલા મુકી હતી ત્યારે જ મે કહ્યુ હતું કે, આતંકવાદને છોડવો એ પણ એક ફોર્મ્યૂલા જ છે. પઠાણકોટ હુમલો, સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી. જાકે જે મિકેનિઝમ બન્યું છે, તેના દ્વારા વાતચીત જ થઈ શકે. અમે એવુ કહીએ છીએ કે આતંકવાદ મુદ્દે વાતચીત ચાલુ રહેવી જોઈએ. ઔપચારિક વાતચીત અટકતા આ રીતે વાતચીત થઈ શકતી હોય છે.
સુષ્મા સ્વરાજે કહ્યુ કે, ‘ગિલગિટ બાલ્ટિસ્ટાનની વાત છે. તો અમે હાઈ કમિશ્નરને તે જ દિવસે વાત કરી જ્યારે પાકિસ્તાન તેને પાંચમું રાજ્ય બનાવવાની વાત કરી હતી.’ અમેરિકાનો સવાલ છે તો સેક્રેકટરી કૈરી આવ્યા ત્યારે જ સવાલ થયો હતો કે, યુએસએ એમ્બેસી હટાવવાની વાત કરી હતી. ત્યારે અમે કહ્યુ હતું કે, જો અમેરિકાને વાતચીત કરવી હોય તો તેમના મિત્ર રાષ્ટની એમ્બેસી ત્યાં હોવી જોઈએ. નોર્થ કોરિયામાં ભારત કોઈ ભૂમિકા નથી ભજવતું. અમારા તેમની સાથે દ્વીપક્ષીય સંબંધ છે અને તે જ અંતર્ગત જનરલ વી.કે સિંહે ત્યાંની મુસાફરી કરી હતી. ઈકોનોમિક ડિપ્લોમેસી પર અમારો રોડમેપ સંબંધિત મંત્રાલય નક્કી કરશે. તેઓ તેમનો રોડમેપ અમને જણાવી દે. અમે તે મંત્રાલય માટે સુવિધાઓ ભેગી કરીએ છીએ.
સુષ્મા સ્વરાજે કહ્યુ કે, એફડીઆઈના જે આંકડા આપવામાં આવ્યા છે તે મે ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીના છે. ગયા વર્ષની સરખામણીએ તેમાં ૪૩ ટકાનો વધારો થયો છે. હિન્દી ફ્લેગશિપ પ્રોગ્રામમાં નથી. પરંતુ સંયુક્ત રાષ્ટમાં અધિકૃત ભાષા થાય તેવી તૈયારી છે અને આ સંબંધમાં ભારત પ્રયત્ન કરી રહ્યુ છે. આ વિશે અમે તેમને ટૂંક સમયમાં જ માહિતી આપીશું.
અમે અમારી વિદેશની નીતિ ન કોઈ દેશના મોહમાં બનાવીએ છીએ ન કોઈના પ્રેશરમાં. કોઈ દેશની પ્રતિક્રિયા માટે પણ નથી બનાવતા. બે દિવસ પછી મારી ઈરાનના વડાપ્રધાન સાથે વાતચીત થવાની છે. અમે અમેરિકાના પ્રતિબંધને માનીએ છીએ, પરંતુ કોઈ દેશ પર વિશેષ રોક વિશે નથી માનતા. ગઈ વખતે પણ આ સંજાગોમાં અમારો એમની સાથે વેપાર ચાલ્યો જ હતો. બેન્કોનું ભારતમાં આવવા વિશે કોઈ પ્રસ્તાવ નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





