ન્યુ દિલ્હી,તા.૮
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે મહત્વનો નિર્ણય લીધો છે. સાત દિવસમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી થતી હતી. એ હવે માત્ર બે દિવસમાં થઈ જશે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને વધુ સરળ કરવા માટે ટ્રાઈ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એપ્રલમાં ટ્રાઈએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં નવા નિયમ અને ગાઈડલાઈન બનાવવાનુ સુચન કરવામાં આવ્યુ હતું. નિયમ લાગૂ થતાની સાથે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સાત દિવસના બદલે બે દિવસમાં થઈ જશે.
જમ્મુ કાશ્મીર અને નોર્થઈસ્ટ જેવા રાજ્યોમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી કરવામાં ૧૫ દિવસ જેટલો સમય લાગતો હતો. જેમા હવે ઘટાડો કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




