રાજકોટ,તા.૮
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. રાજકોટમાં ગાંધી અનૂભૂતિ કેન્દ્રના ઉદ્વઘાટનના પ્રસંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે છે.
૨ ઓક્ટોબરે ઉદ્ઘાટન હોવાથી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અનૂભૂતિ કેન્દ્ર આવેલું છે.અને અનૂભૂતિ કેદ્રમાં ગાંધીજીના જીવન પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર,રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કામકાજ હાલ અંતિમ તબક્કામાં છે.જ્યાં બાપુનો અમુલ્ય વારસાને લોકોનો નિહાળી શકે અને તેમના સિદ્ધાંતોની જાણકારી મેળવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલીકાએ ગાંધીજી જે સ્કુલમાં અભ્યાસ કરતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કુલને ગાંધી અનુભૂતી કેન્દ્રમાં વિલીન કરવાની કામગીરી હાથ ધરી છે.
આ સાથે જ લોકોના મનોરંજન માટે અન્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્થળને અનૂભૂતિ કેન્દ્ર નામ આપીને આગામી ૨ ઓક્ટોબરના રોજ ગાંધીવાદીઓને સમર્પિત કરવાનું નક્કી કરતા તેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે એક આમંત્રણ દેશના ઁસ્ ને મોકલી આપેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



