ગાંધીનગર,તા.૩
રાજ્યભરમાં ઘાતક સ્વાઈન ફ્લૂ ઉપરાંત ડેન્ગ્યુએ પણ કાળો કેર મચાવ્યો છે. ચોમાસામાં મચ્છર જન્ય રોગચાળાએ માથું ઉચક્્યું હતું. જાકે હવે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. ત્યાં સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્્યું છે. મોટાભાગે સ્વાઈન ફ્લૂ ઠંડીના સિઝનમાં કહેર વરસાવે છે.
જાકે ચોમાસામાં ઠંડકભર્યું અને ભેજવાળું વાતાવરણ હોવાથી સ્વાઈન ફ્લૂનો ભરડો જાવા મળ્યો છે. આ સાથે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાએ પણ આતંક મચાવ્યો છે.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનના ઢોલનગારાં પીટનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ઠેર ઠેર ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ પર નિયંત્રણ લાવી શક્્યા નથી.
છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ૭૮૭ કેસ નોંધાયા છે અને હાલમાં ૩૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂથી એક મહિનામાં રાજ્યમાં ૨૧ લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના ૩૪૮ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ દર્દીના મોત નિપજ્યા છે. તો સુરતમાં ૬૨ કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં ૯ કેસ નોંધાયા છે. તો ૨ દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે વડોદરામાં ૩૫ કેસ નોંધાયા છે અને ૪ના મોત નિપજ્યા છે. જ્યારે ૧૩ દર્દી સારવાર હેઠળ છે.
જ્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂના ૨૦ કેસ નોંધાયા છે. જેમાં ૬ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૪ દર્દી હજુ સારવાર લઈ રહ્યા છે. મહેસાણામાં ૩૪ કેસ નોંધાયા છે. જ્યારે ૨ દર્દીના મોત નિપજ્યા છે. તો ૧૬ દર્દી સારવાર હેઠળ છે. તો બોટાદમાં ૫ કેસ નોંધાયા છે. જ્યારે ૨ના મોત અને ૩ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં ૭૨ કેસ નોંધાયા છે અને ૯ દર્દીના મોત નિપજ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




