નવસારીમાં કાયદો વ્યવસ્થા સંદર્ભે ચૂંટણી ઓબ્ઝર્વર દ્વારા બેઠક યોજાઈ

0
9

આચાર સંહિતાના કડક અમલ અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા
સુરત, તા.૮

લોકસભા સામન્ય ચુંટણી-૨૦૧૯ અન્વયે ૨૫-નવસારી લોકસભા બેઠકમાં આદર્શ આચારસંહિતાના પાલન માટે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રી પવાર પ્રવિણ મધુકરની અધ્યક્ષતામાં ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થા તેમજ આદર્શ આચારસંહિતાની અમલવારી માટે રાજકીય પક્ષ્રના ઉમેદવારો/પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો.એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જી.ગોહિલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘે જણાવ્યું હતું કે, ઉમેદવારોની રજુઆતો તેમજ તેમની લેખીત અરજીઓ સમસ્યાઓની જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જરૂરી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેવી વ્યવસ્થા ગોઠવાયેલ છે.
બેઠકમાં પોલીસ ઓબ્ઝર્વરશ્રી પ્રવિણ પવારે કહ્યું હતું કે, કાયદા અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી અંગે સુચનો કર્યા હતા.
રાજકીય પક્ષો, ઉમેદવારોને ચૂંટણી સબંધી જરૂરી મંજુરીઓ માટે સીંગલ વીન્ડો સીસ્ટમ કાર્યરત છે તેમા કોઇ મુશ્કેલી ના પડે તેની તકેદારી લેવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રીએ જણાવી મૂકત અને ન્યાયી ચૂંટણીમાં જિલ્લા ચૂંટણીતંત્રની સજ્જતા અંગે જાણકારી આપી હતી. રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ તેમના પ્રતિનિધિશ્રીઓ દ્વારા ચૂંટણી આદર્શ આચારસંહિતાની અમલવારી કાયદો વ્યવસ્થા જાળવવા વિવિધ રજુઆતો-સૂચનો કરાયા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેકટર અને મેનપાવરના નોડલ અધિકારીશ્રી કે.જે.રાઠોડ, એમએમસી.ના નોડલ અધિકારીશ્રી પી.કે.હડુલા સહિત ૨૫-નવસારી લોકસભા મત વિસ્તારના ઉમેદવારો અને તેઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY