બેંગ્લુરુ,તા.૩
બેંગલુરુ પોલીસના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે કુમારસ્વામી લેઆઉટ પોલીસ સ્ટેશનમાં કામ કરતા ૭૨ કર્મચારીઓમાંથી ૭૧ પોલીસ કર્મચારીઓને શુક્રવારે ટ્રાન્સફર કરી નાખ્યાં હતા. ત્રણ પોલીસે મહિલા પર હુમલો કર્યો એનાં ત્રણ દિવસ પછી આ ઘટના બની હતી. ઘટનાને ગંભીરતાથી લઈને ડિપાર્ટમેન્ટે કર્મચારીને છોડીને સમગ્ર સ્ટાફની ટ્રાન્સફર કરી નાખી. પોલીસ સ્ટેશનમાં કુલ ૭૨ પોલીસમેન હતા, જેમાંથી એક પોલીસ નિરીક્ષક હતા, જે સ્ટેશનના વડા હતા.
બેંગલુરુ દક્ષિણ અન્નામલાઈ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની ઈમેજ સુધારવા માટે આ બધા પગલા લેવામાં આવ્યાં છે, આ ટ્રાન્સફરને માત્ર સજા તરીકે ન જાવી જાઇએ. કુમારસ્વામી લેઆઉટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે જાહેર જનતા સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવાની આ પહેલી બાબત નથી. માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં કામ કરતા અન્ય પોલીસ કર્મચારીઓએ મહિલાની મારપીટનો વીડિયો વાયરલ કર્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ પોલીસ સ્ટેશન પર તૈનાત થયેલા ઘણા પોલીસ કર્મચારીઓએ આ રીતે સામાન્ય લોકોને હેરાન કર્યા હતા. ૨૦ જાન્યુઆરીના રોજ એક મહિલા પોલીસ અધિકારી આરોપીના અપહરણના સંબંધમાં મહિલા પર હુમલો કરતી જાવા મળી હતી.
જેનો વિડિયો સામે આવ્યાં પછી, ડીસીપી અન્નામલાઈએ તપાસની હુકમ કરી હતી અને તાત્કાલિક અસર સાથે સહાયક પેટા-નિરીક્ષક રેણુકાને સસ્પેન્ડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




