મિશેલ સ્ટાર્કે વળતર માટે કર્યો ૧૫ લાખ ડોલરનો દાવો

0
24

સિડની,તા.૯
ગત વર્ષે ઈજાગ્રસ્ત હોવાને કારણે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે મેચ ન રમનાર મિશેલ સ્ટાર્કે ચુકવણી મામલામાં પોતાના વીમાદાતા પાસેથી ૧૫.૩ લાખ ડોલર હાસિલ કરવા માટે કેસ દાખલ કર્યો છે.
એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના ફાસ્ટ બોલર સ્ટાર્ક ઈજાને કારણે ગત વર્ષે કેકેઆર માટે એક પણ મેચ રમી શક્યો નહતો. તેણે વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટમાં પોતાના વીમાદાતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સ્ટાર્કને કેકેઆરે લગભગ ૧૮ લાખ ડોલર (૯.૪ કરોડ રૂપિયા)ની બોલી લગાવીને ટીમની સાથે જોડ્યો હચો. અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે સ્ટાર્કે ત્યારબાદ એક વીમો લીધો, જેમાં જો તે આઈપીએલ ન રમી શકવાની સ્થિતિમાં ૧૫.૩ લાખ ડોલર મળવાની જોગવાઇ હતી. સ્ટાર્કે આ વીમા માટે ૯૭,૯૨૦ ડોલરની રકમ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY