હવે ઉમેદવાર રોજના ૨૦ હજારની જગ્યાએ ૧૦ હજાર જ વાપરી શકશે : ચૂંટણીપંચ

0
25

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતમાં ચૂંટણી લડતા ઉમેદાવારો તેમના ચૂંટણી પ્રચારમાં જે પૈસા વાપરે છે તેને ઘટાડવામાં આવી છે અને હવે દરેક ઉમેદવાર, રોજનાં રોકડ ૨૦,૦૦૦ રૂપિયાની જગ્યાએ માત્ર ૧૦,૦૦૦ રૂપિયા જ વાપરી શકશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે દેશનાં તમામ રાજ્યોનાં ચૂંટણી પંચોને આ આદેશ મોકલી આપ્યા છે અને તેની અમલવારી કરવવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે સૂચના આપી છે કે, કોઇ ઉમેદવાર રોજનાં ૧૦,૦૦૦ રૂપિયા (રોકડા)થી વધારે ઉપયોગ કરવાનો થશે તો તેમણે ચેક, ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન (ઓન લાઇન)નો ઉપયોગ કરવો પડશે અને ચૂંટણી પ્રચાર માટે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ દ્વારા તેનો ઉપયોગ કરવાનો રહેશે.
૨૦૧૧નાં એપ્રિલ મહિનામાં કેન્દ્રિય ચૂંટણી પંચે ઉમેદવારો માટે રોજનાં ૨૦,૦૦૦ રૂપિયા રોકડ વાપરવાની લિમીટ નક્કી કરી હતી પણ હવે તેને ફરી વખત બદલવામાં આવી છે.. કેમ કે, ઇન્કમ ટેક્સ એક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચનો આ નવો ફેરફાર નવેમ્બર ૧૨થી અમલી બન્યો છે. આ નવો નિયમ હાલમાં ચાલી રહેલા છત્તિસગઢ, મિઝોરમ, તેલગાંણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીને પણ લાગુ પડશે. હવેથી, કોઇ પણ ઉમેદવાર પ્રચાર દરમિયાન ૧૦,૦૦૦થી વધારેનું દાન કે લોન કોઇ એક વ્યક્તિ પાસેથી મેળવી શકશે નહીં.
કેન્દ્રિય ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન નાણાનાં વપરાશ પર પારદર્શક્તા લાવવા માટે આ પ્રકારનાં નિર્ણયો લઇ રહ્યું છે અને અલગ અલગ પક્ષો અને તેમના ઉમેદવારો પર નજર રાખી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY