મહિલા-ટેસ્ટને પ્રોત્સાહિત કરવા ભારતની ભૂમિકા મહત્વનીઃ લૅનિંગ

0
7

સિડની,તા.૧૦
આૅસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લૅનિંગે કહ્યું હતું કે મહિલા ટેસ્ટ મેચોનો આૅસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ ઉપરાંત અન્ય રાષ્ટ્રોમાં પણ ફેલાવો થવો જોઈએ અને તેનું માનવું છે કે તેને પ્રોત્સાહિત કરવા માટે ભારતે મોટી ભૂમિકા ભજવવી જરૂરી છે.
આૅસ્ટ્રેલિયાની મહિલા ટીમ આ વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડનાર છે જેમાં એક ટેસ્ટ, ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પોઈન્ટ પદ્ધતિએ રમાશે.
લેનીંગે કહ્યું હતું કે ભારતનો પ્રભાવ ક્રિકેટની રમતમાં ઘણો છે અને તે મહિલા ટેસ્ટ મેચોને પ્રોત્સાહિત કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY