ન્યુ દિલ્હી,તા.૧૦
ઉનાળામાં જંગલોમાં ભયાનક આગ લાગે છે પરંતુ આ વખતે અમેરીકા સ્પેસ એજન્સી નાસાના બે સેટેલાઈટ પીલીભીત ટાઈગર રિઝર્વના ફોરેસ્ટ એરિયા પર નજર રાખશે. આગનો નાનાથી નાનો બનાવ પકડમાં આવતા જ તેમનું એલર્ટ ટાઈગર રિઝર્વના અધિકારીઓને આપવામાં આવશે. જેનાથી તાત્કાલિક આગ ઓલવવા માટે મદદ મળશે.
દેહરાદૂનમાં આવેલા ફોરેસ્ટ સર્વે આૅફ ઈન્ડિયાના સંયુક્ત નિયામક સુશાંત શર્માએ જણાવ્યુ, અમેરિકાના આ સેટેલાઈટ સમગ્ર ભારતના જંગલોમાં આગ સાથે જાડાયેલા આંકડા ભારતની અવકાશ સંશોધનની ટોચની સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને મોકલશે. ઈસરોથી આ જાણકારી એફએસઆઈને મળશે. જે બાદ એફએસઆઈ આગની ચેતવણી સંબંધિત વન્ય વિસ્તારને મોકલશે.
આ અત્યાધુનિક સેટેલાઈટ આગની ચેતવણી જીપીએસ લોકેશન સાથે મોકલશે જેથી જે જગ્યાએ આગ લાગી છે. તેની માહિતી આપી શકાય. આ સિવાય તે જગ્યાના ફોટો પણ એફએસઆઈ કમાન્ડ ઓફિસમાં મોકલવામાં આવશે. અહીંથી આ જાણકારી પીટીઆર સંબંધિત અધિકારી અને ફીલ્ડ ફોરેસ્ટ ફોર્સના મોબાઈલ પર મોકલવામાં આવશે.
આ વ્યવસ્થાને પ્રભાવી બનાવવા માટે પીટીઆરનુ ડિજિટલ મેપ એફએસઆઈની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયુ છે. આ સાથે પીટીઆર સંબંધિત અધિકારીના મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ કરાવાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



