અખબાર સામે કરેલ બદનામીનો દાવો અભિનેતા જ્યોફ્રી રશ જીતી ગયા

0
4

સિડની,તા.૧૨
સિનિયર અભિનેતા જ્યોફ્રી રશે વગદાર એક બ્રિટિશ અખબાર સામે કરેલો બદનામીનો કેસ સહેલાઇથી જીતી લીધો હતો અને અદાલતે સંબંધિત અખબારને જ્યોફ્રીને ૬,૧૦,૦૦૦ અમેરિકી ડાલર્સ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ અખબારે એવી સ્ટોરી પ્રગટ કરી હતી કે જ્યોફ્રી રશે જાતીય ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ એમની એક સહઅભિનેત્રીએ કર્યો હતો. ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે બની રહેલી ફિલ્મ કિંગ લિયર બનતી હતી ત્યારે જ્યોફ્રી રશે સહઅભિનેત્રી એરીન જ્યોં નોર્વિલ સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું. કિંગ લિયર જગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરની યાદગાર કૃતિ છે.
જરા પણ સમય ગુમાવ્યા વિના જ્યોફ્રીએ તરત આ અખબાર સામે બદનામીનો દાવો કર્યો હતો અને અખબારે કરેલા આક્ષેપના પુરાવા રજૂ કરવાની માગણી કરી હતી.
આ અખબાર આ આક્ષેપના પુરાવા રજૂ કરી શક્્યું નહોતું. કોર્ટે અખબારને એવો આદેશ આપ્યો હતો કે જ્યોફ્રી રશને ૬,૧૦,૦૦૦ અમેરિકી ડાલર્સ વળતર રુપે ચૂકવી દેવા.
જા કે જ્યોફ્રી રશે પોતાના વ્યક્તિત્વન ગરિમા જાળવી રાખતાં મિડિયા સમક્ષ કહ્યું હતું કે આ કેસમાં કોઇ વિજેતા થયું નથી. કેસ સાથે જાડાયેલા સૌ કોઇ અજંપો અને માનસિક સંતાપ વેઠી રહ્યા છે. આથી વધુ મારે કશું કહેવું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY