શહીદોના પરિવારજનો માટે વડોદરામાં ૧ કરોડથી વધુ રકમ ભેગી થઇ

0
9

વડોદરા,તા.૨૬
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે વડોદરા શહેરના નાગરીકો, ઉદ્યોગપતિઓ તેમજ સંસ્થાઓ મળીને ૧ કરોડથી વધુની રકમ ભેગી કરી છે. આ રકમને સૈનિક કલ્યાણ બોર્ડ, ભારત કે વીર વેબસાઈટ અને કલેક્ટર મારફતે શહીદોના પરિવારજનો સુધી પહોચાડાશે. બીજી તરફ જીલ્લા કલેક્ટર કચેરીમાં જવાનોના પરિવારજનોની મદદ માટે રોજની ૧૦થી વધુ ઈન્કવાયરી આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વડોદરા જીલ્લા તંત્રના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ૧૦ દિવસમાં શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય કેવી રીતે પહોંચાડાય તેવી ૫ હજારથી વધુ ઈન્કવાયરી આવી છે. જેમાં શહેરીજનોએ રૂ.૧ કરોડથી વધુની રકમ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. જાકે ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ નથી.પરંતુ રાજ્યમાં લોકો દ્વારા જે આર્થિક મદદ કરવાની ભાવના જાઈને સરકારે પણ હવે સીઆરપીએફના શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય પહોંચે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. જાકે ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા મીનીસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલી ‘ભારત કે વીર’ નામની વેબસાઈટ પરથી પણ શહીદ જવાનોને આર્થિક મદદ મોકલી શકાશે તેમ જણાવ્યું છે.
કલેક્ટર કચેરીમાં રોજે રોજ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય મોકલવા માટેની ઈન્કવાયરી આવી રહી છે. આ સહાય સીઆરપીએફના જવાનોના પરિવારજનો સુધી પહોંચે તે માટે ટુંક સમયમાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેના માટે એેક અલગથી એકાઉન્ટ બની શકે છે, જેમાં રકમ ટ્રાન્સફર કરી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY