તાઈવાનમાં છેલ્લાં ૧૦ વર્ષોનો સૌથી ખતરનાક ભૂકંપ, તીવ્રતા ૬.૧

0
298

તૈપ્પી,તા.૧૮
પૂર્વ તાઈવાનમાં ભૂકંપનાં તેજ ઝટકા નોંધાયા છે. ભૂકંપની તીવ્રતા ૬.૧ મેગ્નીટ્યુડ નોંધવામાં આવી છે. ભૂકંપનું ઉપકેન્દ્ર પૂર્વ હુઆલીનથી ૧૯ કિલોમીટર અંદર નોંધાયુ છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જીયોલોજીકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા ૬.૧ કહી છે.
મળી રહેલી માહિતી અનુસાર, તાઈવાનમાં છેલ્લાં ૧૦ વર્ષોનો આ સૌથી ખતરનાક ભૂકંપ રહ્યો છે. ભૂકંપનાં ઝટકા પુરા દ્વીપ પર અનુભવાયા છે. પૂર્વ તાઈવાનમાં કેટલીક બિલ્ડીંગો ક્ષતિગ્રસ્ત થઈ છે. ભૂકંપનાં કારણે પૂર્વ તાઈવાનના હાઈવે પણ બંધ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, તાઈવાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, અહીંયા ભૂકંપનાં ઝટકા આવતા રહે છે. તાઈવાનમાં આની પહેલાં ફેબ્રુઆરી ૨૦૧૮માં ભૂકંપ આવ્યો હતો. જ્યારે ૧૯૯૯માં તાઈવાનમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. ૧૯૯૯માં આવેલાં ભૂકંપમાં ૨,૨૯૭ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૯ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY