તાજમહેલમાં નમાજ પઢ્યા બાદ બજરંગદળે પૂજા-અર્ચના કરી

0
27

આગ્રા,તા.૧૭
તાજમહેલમાં નમાજ પઢયા બાદ હવે પૂજા-અર્ચના પણ કરવામાં આવી છે. તાજમહેલની મસ્જિદમાં બજરંગદળે ધૂપ કરીને પૂજા કરી છે સાથે ગંગાજળ આપ્યુ. આ મસ્જિદનું એ સ્થાન છે, જ્યાં મહિલાઓ દ્વારા નમાજ પઢવામાં આવે છે. આ પૂજા બજરંગદળની મહિલા સભાની જીલ્લા અધ્યક્ષ મીના દિવાકરે કરી છે સાથે દિવાકરે આગળ પણ પૂજા કરવાનું એલાન કર્યું છે.
તાજેતરમાં જ તાજમહેલમાં નમાજ પઢવાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગદળે તાજમહેલમાં પૂજા કરવાનું એલાન કર્યું હતુ. છજીંએ તાજમહેલની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા શુક્રવાર સિવાય અન્ય દિવસે નમાજ પર રોક લગાવી હતી. પરંતુ ૧૪ તારીખ મંગળવારે મુસ્લિમ સમુદાયના લોકોએ રોક બાદ તાજમહેલમાં નમાજ પઢી હતી.
૧૪ નવેમ્બરે સુપ્રીમ કોર્ટની રોક હોવા છતાં કેટલાક લોકોએ ટિકિટ ખરીદને તાજમહેલની અંદર નમાજ પઢી હતી. આ દરમિયાન છજીંના અધિકારી અને કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ માન્યા નહી. તાજમહેલની અંદર નમાજ પઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY