કોંગ્રેસને હવે તલાલા પેટાચૂંટણી માટે નવો ઉમેદવાર શોધવો પડશે
તાલાલા,તા.૨૭
હાઈકોર્ટે ભગા બારડના ડિસક્વોલિફિકેશનનો ફેંસલો યથાવત રાખતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તલાલા બેઠક પર ૨૩ માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. હાઈકોર્ટે ભગા બારડની સજા પર કન્વીક્શન અને ૨૫૦૦નો દંડ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ૧૦મી માર્ચે તલાલા બેઠક પર પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું, ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ઉતાવળે સસ્પેન્ડ કરી દેવાના વિધાનસભાના સ્પીકરના નિર્ણયને પડકારતી રિટમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર.બ્રમભટ્ટ ખંડપીઠ રાજ્યની વિધાનસભા સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ફટકારી હતી. આ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થતા આજે ચુકાદો આવ્યો હતો. હાઈકોર્ટે ભગા બારડની સજા પરનો સ્ટે પણ યથાવત રાખ્યો છે. તેમજ ચૂંટણી પંચની પ્રોસેસની પણ યોગ્ય ગણાવી છે. ત્યારે હવે ૨૩મી માર્ચના રોજ તલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
હાઈકોર્ટે નોંધ્યું કે, ચૂંટણી પંચે ૧૦મી માર્ચે પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું. તેમજ વિધાનસભાના સ્પીકરે ઓર્ડર નહિ, પરંતુ ધારાસભ્ય ભગા બારડને ગેરલાયક ઠારવતો લેખિત જાહેરનામું બહાર પડ્યું હતું. કાયદા પ્રમાણે જ્યારથી સજા થાય ત્યારથી ગેરલાયક ગણવામાં આવે છે.
ત્યારે હવે કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. કારણ કે, એક તરફ ભગા બારડની સજા યથાવત રખાઈ છે. તો બીજી તરફ, કોંગ્રેસને તલાલ પેટાચૂંટણી માટે નવો ઉમેદવાર શોધવાની કવાયત કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




