આરએસએસ ઈફેક્ટ! કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખર્જીને આમંત્રણ નહિ…!!

0
28

ન્યુ દિલ્હી,તા.૧૧
કોંગ્રેસ અધ્યર રાહુલ ગાંધીની ઈફ્તાર પર્ટીમાં ભૂતપૂર્વ રાષ્ટપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીને જ આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસે આ ઈફ્તાર પાર્ટીમાં દેશભરના વિરોધ પક્ષના નેતાઓને આમંત્રણ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. તેવામાં પ્રણવ મુખર્જીને આમંત્રણ ના આપવાનો મામલો વિવાદ પકડતો નજરે પડી રહ્યો છે.
પ્રણવ મુખર્જી તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. જેને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ ભૂતપૂર્વ રાષ્ટપતિની ટીકા કરી હતી.
કોંગ્રેસ બે વર્ષ બાદ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પાર્ટી ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવા જઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે ૧૩ જૂનના રોજ યોજાનારી આ ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસે પ્રણવ મુખર્જીને આમંત્રણ નથી આપ્યું. પાર્ટીના અલ્પસંખ્યક સેલને આ ઈફ્તાર પાર્ટીના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષ નદીમ જાવેદે જાણકારી આપતા કહ્યુ હતું કે, રાહુલ ગાંધી ઈફ્તાર પાર્ટીની અધ્યક્ષતા કરશે. આ આયોજન હોટલ તાજ પેલેસમાં થવાનું છે.
પ્રણવ મુખર્જી ૭ જૂને આરએસએસના તૃતિઓય વર્ષ કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. પ્રણવ દ્વારા સંઘ પ્રમુખ મોહન ભાગવતનું આમંત્રણ સ્વિકાર કરતાનીએ સાથે જ ભૂતપૂર્વ રાષ્ટપતિ પોતાની પાર્ટીના નેતાઓના નિશાન પર આવ્યાં હતાં. જોકે રાષ્ટવાદ અને દેશભક્તિ પર પ્રણવ મુખર્જીના સંબોધન બાદ કોંગ્રેસે કહ્યુ હતું કે, પૂર્વ રાષ્ટપતિ સંઘને દર્પણ દેખાડ્યું છે અને પીએમ મોદીને રાજધર્મની સલાહ આપી છે.
રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીના પ્રણવ મુખર્જીને આમંત્રણ ના આપવાના મામલે રાજકીય ગલિયારાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ દ્વારા આમ કરવા પાછળનું કારણ પ્રણવ મુખર્જીનું આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવાનું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY