રમીઝ રાઝાએ પાક.કેપ્ટન સરફરાજને કહ્યું પાકિસ્તાન શાંતિથી જજો

0
8

દુબઈ,તા.૨૭
પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદ તેના માસૂમ જવાબોના કારણે ફેમસ છે. બુધવારે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે હાર્યા બાદ પાકિસ્તાન ફાઈનલમાં પહોંચી શક્યું નહતું. મેચ પછી કેપ્ટન સરફરાજે કમેન્ટટરે રમીજ રાજાના પ્રશ્નોના જવાબોમાં એક વાત એવી પણ કહી દીધી જેને બધાનો દિલ જીતી લીધો.
રમીજે સરફરાજને કહ્યું, ‘પાકિસ્તાન શાંતિથી જજો.’ આના પર સરફરાજે હસતા-હસતા કહ્યું, ‘હાલ તો અહી જ છીએ, રમીજ ભાઈ.’ આમ સરફરાજની વાતથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, બાંગ્લાદેશ સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમ પોતાના દેશ હાલમાં પરત જવા માંગી રહી નથી. પાકિસ્તાની ટીમને ખબર છે કે, તેમના ખરાબ પ્રદર્શનના કારણે તેમનું ઈંડાથી સ્વાગત થઈ શકે છે.
સરફરાજે જણાવ્યું, આ હાર બાદ હું સારૂ અનુભવી રહ્યો નથી. મારા હિસાબથી એક ટીમના રૂપમાં અમે ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. અમારૂ પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. સાથે જ કેપ્ટનના રૂપમાં પણ મારૂ પ્રદર્શન ખરાબ રહ્યું. સ્વભાવિક છે કે, ટીમને આગળ લઈ જવી છે તો મારે સારૂ પ્રદર્શન કરવું જોઈએ. આ કારણે જ અમે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છીએ.
રમીજ રાજાએ આગળ પૂછ્યું કે, એવું તો ક્યું કારણ રહ્યું કે, જેના કારણે પાકિસ્તાનની ટીમ ૧૦ દિવસની અંદર જ બધી રીતે પડી ભાંગી હતી. આના પર સરફરાજે કહ્યું કે, “સામાન્ય રીતે જોવા જઈએ તો અમે ફિલ્ડીંગ, બેટિંગ અને બોલિંગમાં સારૂ પ્રદર્શન કર્યું નથી. તે ઉપરાંત ફખર જમાન પણ આખી ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નહી અને ટૂર્નામેન્ટમાં ટીમ ખરાબ ફોર્મ સામે ઝઝૂમતી રહી. જોકે, અહીથી એક સીખ મળી કે, જો આપણે મોટી ટીમોને હરાવવી છે તો સારી બેટિંગ કરવી પડશે.”
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY