તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડ દ્વારા જિલ્લામાં ચેકીંગ હાથ ધરી રૂપિયા ૪૭,૯૦૦ નો દંડ વસુલ કરાયો

0
163

ભાવનગર
ગુરૂવાર,

15/02/2018

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડ દ્વારા જિલ્લામાં ચેકીંગ હાથ ધરી રૂપિયા ૪૭,૯૦૦ નો દંડ વસુલ કરાયો હતો.

તમાકુ નિયંત્રણ અધિનિયમ COTPA ની કલમ ૪, ૫, ૬, ૭, ૮ અને ૯ ની જોગવાઈઓ અનુસાર જાહેર સ્થળ પર ધુમ્રપાન પર પ્રતિબંધ, સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તેમજ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સો વારની ત્રિજ્યામાં સિગારેટ્સ અથવા તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, દરેક જાહેર સ્થળે ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર નિશાન સહિતની ચેતવણી દર્શાવવી જરૂરી છે. ૧૮ વર્ષથી નીચેનાંને તમાકુ વેચવા કે ખરીદવા પર પ્રતિબંધ, શૈક્ષણિક સંસ્થાના માલિકે સંસ્થામાં જોઈ શકાય તેવી જગ્યાએ બોર્ડ મુકવુ જોઈએ અને તેમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ આ સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં કરવા ઉપર પ્રતિબંધ છે આવું લખાણ હોવુ જોઈએ અને તેના ભંગ બદલ રૂપિયા ૨૦૦/- સુધીનો દંડ થઈ શકે છે.

COTPA ની કલમ ૪ના ભંગ બદલ અપરાધીને રૂપિયા ૨૦૦ સુધીનો દંડ, કલમ ૫ ના ભંગ બદલ પહેલા ગુના માં અપરાધીને ૨ વર્ષની જેલની સજા અને રૂપિયા એક હજાર નો દંડ, કલમ ૬ ના ભંગ બદલ અપરાધીને રૂપિયા ૨૦૦ સુધી દંડ, કલમ ૭, ૮ અને ૯ ના ભંગ બદલ ઉત્પાદક અપરાધીને પહેલા ગુના માં ૨ વર્ષની જેલની સજા અને રૂપિયા પાંચ હજાર નો દંડ, બીજા ગુના માં ૫ વર્ષની જેલની સજા અને રૂપિયા દસ હજાર નો દંડ, વેચાણ કરનાર તેમજ છુટક વેચાણ કરનાર અપરાધી ને એક વર્ષની જેલની સજા અને રૂપિયા એક હજાર નો દંડ, બીજા ગુનામાં ૨ વર્ષની જેલની સજા અને રૂપિયા ત્રણ હજાર નો દંડ કરવામાં આવે છે તેમ NTCP ના ડીસ્ટ્રીક્ટ નોડલ ઓફીસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગરે જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY