આદિવાસી સમાજનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલું છે : ચુડાસમા

0
4

સરકારે ૮૫ હજાર આદિવાસીઅોને ૧૩ લાખ હેક્ટર જંગલ જમીનના અધિકારો આપ્યા છે : મંત્રી ગણપતસિંહ વસાવા
તાપી, તા.૪

ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારમાં રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ વધારવા માટે રૂ. ૭૦ હજાર કરોડનો ખર્ચ કર્યો છે. આદિવાસી સમાજનું જીવનધોરણ ઉંચું આવે એ માટે રાજય સરકાર સતત ચિંતિંત છે. રાજય સરકારના હૈયે આદિવાસીઓનું હિત વસેલું છે એમ, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ચૂડાસમાએ જણાવ્યું હતું કે, પાણી વિકાસનું મૂળ છે માટે જ રાજય સરકારે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને ઇજનેરી કૌશલથી દુર્ગમ આદિવાસી વિસ્તારમાં પણ પીવાના અને સિંચાઇના પાણીની સગવડ ઉપલબ્ધ કરાવી છે એમ જણાવી તેમણે રાજય સરકારની અનેકવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપી, ભૂતકાળમાં દેશમાં વોટબેન્કની રાજનીતિ થતી હતી પરંતુ ગુજરાતે દેશમાં વિકાસની રાજનીતિ શરૂ કરી છે એમ જણાવ્યું હતું.
તેમણે કેન્દ્ર સરકારની કામગીરીની છણાવટ કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના ૫૫ વર્ષમાં ન થયું હોય તેવું કામ વર્તમાન સરકારે માત્ર ૫૫ મહિનાઓમાં કરી દેખાડયું છે. વર્તમાન સરકારની વિદેશનીતિની પ્રસંશા કરતા તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદ વિરોધી ભારતે શરૂ કરેલી મુહિમમાં આજે વિશ્વ આખું ભારતની પડખે ઉભું છે જે વર્તમાન સરકારની મોટી ઉપલબ્ધિ છે.
ગુજરાત સરકારે પાણીનું મહત્વ સમજીને જળસંચય અભિયાન હાથ ધર્યું છે. જેનાથી રાજયમાં પાણીના બચાવની સાથે ભૂગર્ભ જળનું સ્તર પણ ઉંચું આવ્યું છે, એમ જણાવી તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે સમતોલ વિકાસના પ્રયાસોમાં મહદઅંશે સફળતા હાંસલ કરી છે, એમ ઉમેરી તેમણે રાજય સરકારની આદિવાસી વિકાસલક્ષી યોજનાઓની સરાહના કરી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા રાજયની પ્રજાનો સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે એમ વધુમાં જણાવ્યું હતું.
ભુતકાળની સરકારોએ આદિવાસી વિસ્તારના વિકાસ સામે દુર્લક્ષ સેવ્યું હતું, પરંતુ વર્તમાન રાજય સરકારે વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોની કાયાપલટ થઇ છે એમ જણાવી રાજયના આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ અંબાજી થી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં સરકારે પીવાનું પાણી, સિંચાઇનું પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવાનું ઉમેર્યું હતું.
તેમણે રાજય સરકારે આદિવાસી સમાજના આ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની સિંચાઇની સગવડ આપવા માટેની માંગણી મંજૂર કરી છે જેમાં રૂ. ૯૧૨.૫૧ કરોડની સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાને આવરી લેતી અને રૂ. ૭૧૯.૬૦ કરોડની નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકાના ગામોને આવરી લેતી ઉદ્દવહન સિંચાઇ યોજનાનો સમાવેશ થાય છે એમ જણાવી રાજય સરકાર વર્ષોથી જંગલમાં રહી જંગલ જમીનનું ખેડાણ કરી ગુજરાન ચલાવતા ૮૫ હજારથી વધુ પરીવારોને અંદાજે ૧૩ લાખ હેકટર જમીન આપી હોવાનું જણાવી તેમણે ગુણસદા ખાતેના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૯૯૫૭ આદિવાસીઓને જંગલ જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા છે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે રાજય સરકારે રાજપીપળા ખાતે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે આદિવાસી યુનિવર્સીટી અને કેવડિયા ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ બનશે તેમ જણાવ્યું હતું. જળસંપત્તિ રાજયમંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડૂતોને સિંચાઇની તેમજ પીવાના પાણીની સગવડ મળે એ માટે કરોડા રૂપિયાના ખર્ચે અનેક પાણી પુરવઠા અને સિંચાઇના પ્રકલ્પોનું નિર્માણ કર્યું છે. તેમણે ખાતમુહૂર્ત કરવામાં આવેલી સિંચાઇ યોજનાઓ સાકાર થવાથી આદિવાસી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે તથા લોકાર્પણ કરવામાં આવેલી કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજનાથી માંડવી, માંગરોળ અને ઉંમરપાડા તાલુકાની પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા અને મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને અન્ય મહાનુભાવોએ રૂ. ૯૧૧.૮૪ કરોડની સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ, રૂ. ૧૯૯૯.૪૯ લાખનો વ્યારા-ખેરવાડા રોડ, ૧૫૦૦ લાખનો કરોડ-મોહિની-ટાવલી રોડ, રૂ. ૧૩૦૦ લાખનો વેલ્ધા-કવીઠા-કુકરમુન્ડા રોડ, રૂ.૧૧૩૦ લાખનો સોનગઢ-વાઘનેરા-બોરીસાવર રોડ, રૂ. ૧૧૦૦ લાખનો ધામણદેવી-સરાકેવડી રોડ, રૂ. ૯૫૦ લાખનો મીંઢોળા નદી પરનો બ્રિજ એક્રોસ અને રૂ. ૭૫૦ લાખનો છીપણ ખાડી પરનો મેજર બ્રિજ એક્રોસનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જયારે રૂ. ૨૭૯૩.૯૪ લાખના ખર્ચે નવનિર્મિત ડાલવણ, કુકરમુન્ડા અને ઉચ્છલ તાલુકાના
આભાર – નિહારીકા રવિયા તાલુકા સેવાસદનો, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉંમરપાડા તાલુકાના ગામોને આવરી લેતી રૂ. ૨૫૬.૧૫ કરોડની કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજના અને સોનગઢ ખાતે સોનગઢ નગરપાલિકા દ્વારા રૂ. ૧૨૫ લાખના ખર્ચે બનેલ ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોને સિંચાઇની સગવડ મળી રહે એ માટેની રૂ. ૭૧૯.૬૬ કરોડની તાપી-કરજણ લિંક યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. તથા જે.કે.પેપર લિમીટેડ દ્વારા રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર પલ્પ મિલ અને બોકસ પેકેજીંગ પ્લાન્ટના આધુનિકરણ અને વિસ્તરણના કામનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વન અધિકારપત્રો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડનું વિતરણ તથા પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગની ટેલિફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જળસંપત્તિ ખાસ સચિવ કે.એ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના પ્રારંભે સાર્વજનિક હાઇસ્કૂલની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત તથા કલાવૃંદોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ પાણી પુરવઠાના સભ્ય સચિવ તુષારભાઇ ધોળકિયાએ આટોપી હતી.
કાર્યક્રમમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન ચૌધરી, આદિજાતિ વિકાસ કમિશ્નર રંજીથકુમાર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નાયબ વનસંરક્ષક આનંદકુમાર, સુમુલના ચેરમેન રાજુભાઇ પાઠક, વાઇસ ચેરમેન રિતેશભાઇ વસાવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર પરેશભાઇ વસાવા, માજી મંત્રી મોતીભાઇ વસાવા, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, યુનિવર્સીટીના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના માજી અધ્યક્ષ કુંવરજીભાઇ હળપતિ, અન્ય પદાધિકારીઓ, સિંચાઇ વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY