રાજપીપળા : સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રીનો મેળો શરૂ આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ આવશે ત્યારે તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન ભરાનારા આ મેળા માં લાખોની સંખ્યા માં ભક્તો આવનારા હોય વહીવટી તંત્ર દ્વારા આગાઉથી પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પણ ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી જેમણે શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરી મેળાનો આનંદ માણ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છેકે રાજપીપળાના શિવ મંદિરો સહીત રાજપીપળાને અડીને આવેલા મણીનાગેશ્વર મહાદેવ મંદિરે અને જીતનગર ખાતેના મહાદેવ મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે મેળાનું આયોજન થયું જેમાં પણ રાજપીપળા સહીત આસપાસના ગામોના ભક્તો ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે પોહ્ચ્યા હતા. કુંવરપુરાના યુવા સરપંચ નિરંજન વસાવાના જણાવ્યા મુજબ મણિનાગેશ્વર મંદિરે ભક્તોની પ્રસાદી માટે 200 કિલો ભાંગ બનાવાઈ હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





