રસ્તો ક્રોસ કરી રહેલ મજૂરનું બાઇક અડફેટે મોત નીપજ્યું

0
4

તાપી,તા.૨૨
તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં પનીયારી ગામ નજીક રસ્તો ક્રોસ કરી રહેલ રાહદારીને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમા રાહદારીનું ગંભીર ઇજાને કારણે મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર મંગળવારની રાત્રી દરમ્યાન વ્યારા તાલુકાનાં પનીયારી ગામે રહેતા અજિતભાઈ ગોવિંદભાઈ ગામિત નાઓ તેમના મામાનો પુત્ર જેસિંગભાઈ છોટુભાઇ ગામિત સાથે અશોક ગામીતના ખેતરમાં મજૂરીકામ માટે જઇ રહ્યા હતા. ત્યારે પનીયારી ગામે બસ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે જેસિંગ ગામીતને ટીચકપુરા તરફથી પૂરઝડપે આવી રહેલ એક મોટરસાયકલ ચાલકે અડફેટે લીધા હતા. સર્જાયેલા અકસ્માતમાં જેસિંગ ગામિતને ગંભીર ઇજા પહોંચતા તેને વ્યારા સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY