અનિલ કપૂર ખભાની સારવાર માટે જર્મની જશે

0
3

મુંબઈ,તા.૨૮
પોતાની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાના પ્રમોશન માટે ઉત્સાહી હોવા છતાં સિનિયર અભિનેતા અનિલ કપૂર પ્રમોશનમાં સહભાગી થઇ શકે એમ નથી કારણ કે એણે એક વિચિત્ર તકલીફની સારવાર માટે તત્કાળ જર્મની જવું પડે એમ છે.
અનિલની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ અનિલ ખભાના કાલ્શિફિકેશનનો ગંભીર ભોગ બન્યો છે. આ બીમારીમાં જે તે અંગમાં કેલ્શિયમનો ભરાવો થઇ જતાં એ કેબલ કે દોરડા જેવો સંગ્રહ સર્જે છે અને એને લઇને સખત પીડા ઉપડે છે. અનિલે કહ્યું કે અભિનેતા તરીકે મેં છેલ્લાં કેટલાંય વર્ષોથી કરેલા સ્ટંટ અને એક્શન સીન્સના પગલે આ સ્થિતિ સર્જાઇ છે એવું ડાક્ટરો માને છે. અનિલ આ તકલીફની સારવાર માટે જર્મની જઇ રહ્યો છે જ્યાં વિવિધ રમતોના વિશ્વવિખ્યાત ખેલાડીઓની આ પ્રકારની તકલીફની સારવાર કરનારા એક્સપર્ટ ડાક્ટર હાન્સ-વીલહેમ મુલર-વોલ્ફાર્ટ એની સારવાર કરશે. અનિલે કહ્યું કે મારા જમણા ખભામાં આવી બે કંદરા સર્જાણી છે અને મેં નિષ્ણાત ડાક્ટરની એપોઇન્ટમેન્ટ એપ્રિલ માસ માટે લીધી છે. એટલે માર્ચ પછીના કોઇ કાર્યક્રમમાં હું સહભાગી નહીં થઇ શકું. આ તકલીફના કારણે હું ઝડપથી દોડી પણ નહોતો શકતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY