અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ તાપી જિલ્લાના કટાસવાણ અને અલગટ ગામની મુલાકાત લીધી.

0
216

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કટાસવાણ અને વાલોડ તાલુકાના અલગટ ગામની મુલાકાત લઇ ખેડૂતોને વારસાઇ અને બ્લોક વિભાજન જેવા મુદ્દે પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી.

કલ્યાણ સમિતિના પ્રમુખ મોહનભાઇ ઢોડિયા અને તેમની ટીમે તાપી જિલ્લાના તેમના અભ્યાસ પ્રવાસ દરમિયાન ઉચ્છલ તાલુકાના કટાસવાણ અને વાલોડ તાલુકાના અલગટ ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સમિતિના પ્રમુખ મોહનભાઇ ઢોડિયાએ સમિતિના કાર્યો અને કાર્યક્ષેત્ર અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના નાના અને સીમાંત ખેડૂતોની ખેતીની જમીનનું બ્લોક વિભાજન ન થવાને કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને વારસાઇ ન કરાવવાને કારણે માલિકી હકોથી વંચિત રહે છે તથા હક કમી કરાવવા જેવી બાબતો અંગે ખેડૂતોને અનુભવાતી મુશ્કેલી અંગે પણ તેમણે વાત કરી, ઉપસ્થિત ખેડૂતો પાસેથી આ અંગે જાણકારી મેળવી હતી. વધુમાં તેમણે રાજય સરકારના ૨૦ ગુંઠાના બ્લોક વિભાજનના ટુકડા ધારા અંગે માહિતી આપી હતી. તેમણે તમામ ખેડૂતો વારસાઇ કરાવે એ અંગે સમાજમાં જાગૃતિ આવે એ ખૂબ જરૂરી બાબત છે એમ જણાવ્યું હતું.

નિઝરના ધારાસભ્ય સુનિલભાઇ ગામીતે પણ તેમના મતવિસ્તારમાં સમાવિષ્ઠ ઉચ્છલ, નિઝર, કુકરમુન્ડા અને સોનગઢ તાલુકાના ખેડૂતોને તથા નાગરિકો માટે જરૂરી આવશ્યક સેવાઓ અંગે પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર એન.કે.ડામોરે મહેસૂલ વિભાગને લગતી રજૂઆતો સંદર્ભે રજૂઆતકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી તેમની રજૂઆતોનો યોગ્ય નિકાલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

અલગટ ખાતે સમિતીની મુલાકાત દરમિયાન આયોજીત સેવાસેતુ કાર્યક્રમના લાભાર્થીઓને સમિતિના પ્રમુખ અને સભ્યોએ લાભોનું વિતરણ કર્યું હતું.સમિતિના સ્થળ તપાસ કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.

કાર્યક્રમમાં સમિતિના સભ્યો અને ધારાસભ્ય સર્વશ્રી કુબેરભાઇ ડિંડોર, અભેસિંગભાઇ તડવી, શૈલેષભાઇ ભાભોર, ભૂપેન્દ્રસિંહ ખાંટ, રમેશભાઇ કટારા, સુનિલભાઇ ગામીત, અરવિંદભાઇ પટેલ, નરેશભાઇ પટેલ, ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ સુવાર્તાબેન, વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ રવલીબેન, સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, તાલુકા/જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો,  જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પ્રજાજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY