ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે શહેરી કક્ષાનુ અભયમ્ મહિલા સંમેલન મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં યોજાયુ હતુ.
અભયમ્ મહિલા સંમેલન કાર્યક્રમ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે સાંસદ ર્ડા. ભારતીબેન શિયાળે જણાવ્યું હતુ કે, આ આપણા પુરૂષ પ્રધાન દેશમાં જો કોઇને સુરક્ષા અને સલામતીની જરૂર હોય તો તે મારી બહેનો/મહિલાઓને છે. આપણી સરકારે આ બાબતે આપણી રાજ્ય સરકારે આગવી પહેલ કરીને અભયમ્ મહિલા સંમેલન કાર્યક્રમ દ્વારા મહિલાઓ પોતાની સુરક્ષા અને સલામતી કરી શકે તે જાણી શકે છે. ગુજરાત સરકારની મહિલાઓ માટેની અનેક વિધ યોજનાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી અને યોજનાઓનો લાભ લેવા માટે મહિલાઓને હાકલ કરી હતી. રૂ. ૧૦ હજાર થી ૧૦ લાખ સુધીની મુદ્રા બેંક દ્વારા મહિલાઓને બેંક લોન આપે છે.
મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું કે, અભયમ્ મહિલા સેવા ૧૦૮ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે શરૂઆત કરી છે. પૂર્વ મહિલા મુખ્યમંત્રી શ્રીમતિ આંનદી પટેલના સમયગાળામાં મહિલા ઝેન્ડર બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ અને હાલમાં રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ માટે મહિલા લક્ષી ઝેન્ડર બજેટ રૂ. ૬૧ હજાર કરોડનુ મંજુર કરવામાં આવ્યું છે. જો મહિલાઓને મોકો/તક્ક આપવામાં આવે તો તે પોતાની કાબેલીયત બતાવી શકે છે. વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા અનેક ગોલ્ડ મેડલો મળવેલ છે. આપણો ભારત દેશ એવો છે કે જ્યા મહિલાઓનુ ખુબ જ મહત્વ છે. આપણા દેશમાં ભારત માતાકી જય બોલવામાં આવે છે જ્યારે બીજા દેશમા આવુ બોલાતુ નથી. આપણા દેશને માતાનુ સ્થાન આપવામાં આવ્યુ છે.
ગુજરાતની મહિલાઓની સલામતી/સુરક્ષ માટે રાજ્ય સરકારે આગવુ કદમ ઉઠાવ્યુ છે રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે અભયમ્ હેલ્પ લાઇનની સાથે અભયમ્ એપ્સ દ્વારા માત્ર એક કલીક થી મહિલઓને કોઇ પણ સમય/કોઇ પણ સ્થળે મુશ્કેલીના સમયમાં તુરંત જ મદદ મળી રહે તે માટેનુ
આગવા પ્રકારનું કાર્ય હાથ ધરાયુ છે. તેમણે અભયમ્ દ્વારા સાચા અર્થમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષાની સાથે તેમને સલામતી બક્ષવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે તેમ પણ જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતું કે ભાવનગર જિલ્લામાં પણ અભયમ્ ની ટીમ કાર્યરત છે જેના દ્વારા મહિલાઓના રક્ષણની સાથે તેમના કાઉન્સીલીંગ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. મંત્રીશ્રીના વરદ હસ્તે અભયમ્ સેવાની કામગીરી કરતી બહેનોનુ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનારી બહેનો/મહિલાઓને સન્માનપત્રો અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ભાવનગર મ્યુ. કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી ગોવાણી, મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઇ મોરી, ડેપયુટી મેયરશ્રી, સ્ટેન્ડીંગ કેમીટીના ચેરમેનશ્રી, સાશકપક્ષના નેતાશ્રી, મહિલા મોરચાના અધ્યક્ષશ્રી, નગરસેવિકાઓ, નગરસેવકો, પૂર્વ મેયરશ્રીઓ, તથા વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



