જૈન શાસનના ૨૪માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામિના જન્મ કલ્યાણકની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવણી કરવમાં આવી હતી. આજે સવારે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશોના જૈન સંઘોમાંથી પૂજય ગુરૂભગવંતની નિશ્રામાં ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. જેનમ્ જયંતિ શાસનમ્, ગુરૂજી અમારો અંતરનાદ સહિતના ગુંજનાદથી વાતાવરણને ગુંજી દીધું હતું. કરૃણામૂર્તિ,અહિંસા પરમો ધર્મનો સંદેશ ફેલાવનારા જૈન શાસનના ૨૪માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ૨૬૧૬માં જન્મ કલ્યાણક નિમિત્તે વલસાડ, વાપી, ઉમરગામ, પારડી સહિતના વિસ્તારોમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં આવેલા જૈન સંઘો દ્વારા વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વાપી નહેરૂ સ્ટ્રીટ સ્થિત અજીતનાથ જૈન મંદિરથી સવારે પૂજય ગુરૂભગવંતની નિશ્રામાં ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. વિશાળ વરઘોડામાં જોડાયેલા જૈનોએ જેનમ્ જયંતિ શાસનમ્, ગુરૃજી અમારો અંતરનાદ સહિતના ગુંજનાદથી વાતાવરણને ગુંજી દીધું હતું. ખાસ કરીને વરઘોડોમાં શણગારેલા બળદગાળા, ઘોડા, ઈન્દ્ર ધજા, બાઈક રેલી, યુવાનોની કાવડ કાત્રા, બેચી બચાવ બેટી પઢાવો, ગૌહત્યા સહિતના બેનરો, બેન્ડવાજા સહિતના આકર્ષણો લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં પણ મહાવીર જન્મ કલ્યાણકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"