પટના,તા.૨૯
બિહારમાં ચૂંટણી પહેલા હવે પોસ્ટર-હો‹ડગ વોર શરૂ થયું છે. ગત દિવસોમાં કોંગ્રેસે પોતાના હોડિગમાં નેતાઓની જાતિ જણાવી હતી. ત્યારે હવે તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાઓને ભારતીય જણાવતા પોસ્ટર્સ લઇને આવી છે.
પટનાના આયકર ચાર રસ્તા સહિત કેટલાક સ્થળો પર કોંગ્રેસ નેતાઓના તેમની જાતિ સાથેના હો‹ડગ લગાવવામાં આવ્યા છે. આ હોડિગ નગરમાં ચર્ચાનું વિષય બન્યા છે. તેના જવાબમાં ભારતીય જનતા યુવા મોરચા (ભાજયુમો)એ પાર્ટી નેતાઓના હોડિગ લગાવી તેમને ‘ભારતીય’ જણાવ્યા છે.
હોડિગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની તસવીર સૌથી ઉપર છે. ત્યારબાદ રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, પૂનમ મહાજન, ગિરિરાજ સિંહ, મંગલ પાંડે, આર કે સિંહ જેવા નેતાઓના ફોટા છે. તમામ નેતાઓના ફોટા પર ‘ભારતીય’ લખવામાં આવ્યું છે. હોડિગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચેમ્પિયન્સ આૅફ ધ અર્થ’ એવોર્ડ એનાયત થયો હોવાથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
બીજી તરફ પટનાના આયકર ચાર રસ્તા પર કોંગ્રેસના સિદ્ઘાર્થ ક્ષત્રિય તરફથી અન્ય એક હોડિગ લગાવવામાં આવ્યું હતું, જેને બાદમાં કાઢી નંખાયું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય કાર્યસમિતિ સામાજિક સમરસતાનું ઉદાહરણ છે. તેમાં નવગઠિત પ્રદેશ સમિતિમાં સામેલ નેતાઓની જાતિ અને ધર્મ જણાવાયા હતા.
હોડિગમાં સૌથી ઉપર સોનિયા ગાંધી અને મીરાકુમારની તસવીરો હતી. કોંગ્રેસી અધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીર પર બ્રાહ્મણ સમુદાય લખવામાં આવ્યું હતું, તો અલ્પેશ ઠાકોરના ફોટા પર પછાત સમુદાય અને શકિત સિંહ ગોહિલના ફોટા પર રાજપુત સમાજ લખવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



