તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હાથીનું દુખદ અવસાન

0
162

મુંબઈ,તા.૯
લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડાક્ટર હાથીની ભૂમિકા અદા કરનાર ૪૫ વર્ષીય કવિ કુમાર આઝાદનું આજે કાર્ડિયેક અરેસ્ટના કારણે એકાએક અવસાન થયું હતું. લાખો લોકોમાં લોકપ્રિયતા મેળવનાર હંસરાજ હાથી દુનિયામાં રહ્યા નથી તેવા સમાચાર ફેલાતાની સાથે જ આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. આઝાદ કવિએ કારમાં ૮ જુલાઈના રોજ મિત્ર સાથે ડ્રિન્ક કર્યું હતું અને પછી ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે ૯ જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને શૂટ પર નહીં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરિવાર તેમને મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું કહીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. સિરિયલનો ડ્રાઇવર સવારે ૧૦ વાગ્યે તેમને શૂટિંગમાં લઈ જવા ઘરે પહોંચ્યો હતો પરંતુ તેમની તબિયત સારી ન હોવાના કારણે થોડીવાર આરામ કરવા દેવાની વાત કહી હતી. એ વખતે અચાનક તબિયત બગડતા તેમના ભાઈ હોસ્પિટલ લઈ ગયા હતા. કવિ કુમાર આઝાદ ડ્રિન્ક કરવાના શોખીન હતા. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના માતા-પિતા તથા મોટા ભાઈ-ભાભી સાથે મીરા રોડ પર આવેલા ફ્‌લેટમાં રહેતા હતાં. હાલમાં ડો. હાથીના માતા-પિતા મુંબઈ બહાર એક સંબંધીના લગ્નમાં ગયા છે. ડોક્ટર હાથીએ હજી સુધી લગ્ન કર્યાં નહોતાં. કવિ કુમાર આઝાદ ખાવાના ઘણાં જ શોખીન હતાં. તેઓ કેન્ડી, જંકફૂડ બહુ જ ખાતા હતાં. તારક મહેતા..’માં નિર્મલ સોની ડા. હાથીનું પાત્ર ભજવતા હતાં. નિર્મલ સોનીએ આ શોમાં એક વર્ષ કામ કર્યા બાદ તેમને રિપ્લેસ કરવામાં આવ્યા હતાં. તેમના સ્થાને કવિ કુમાર આઝાદને લેવામાં આવ્યા હતાં. કવિકુમારે તારક મહેતા ઉપરાંત ૨૦૦૦માં મેલા અને ૨૦૦૩માં રજૂ થયેલી ફન્ટુસમાં પણ નજરે પડ્યા હતા. એક વખતે તેમનું વજન ૨૦૦ કિલોની આસપાસ પહોંચ્યું હતું. આરોગ્યના લીધે અનેક વખત હોÂસ્પટલમાં પહોંચ્યા હતા. હાલમાં વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY