ત્રાસવાદીઓને છોડાવવા વિમાનો હાઈજેક કરવાનું એલઈટીનું ષડ્યંત્ર

0
13

જમ્મુ,તા.૮
આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા (એલઈટી)ની યોજનાને નિષ્ફળ બનાવવા માટે રાજ્યભરમાં જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે માહોલ આતંકવાદભર્યું બની ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ રાજ્ય સરકારે ઍરપોર્ટ પરની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરી તપાસ સઘન કરી નાખી છે, જેથી વિમાનોને હાઈજેક કરી પોતાના સાથીઓને છોડાવવાના લશ્કરે તૈયબાના કાવતરાને નિષ્ફળ બનાવી શકાય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લશ્કરે તૈયબા વિમાનોનું અપહરણ કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ઘટનાને અંજામ આપવા માગે છે. ઉચ્ચ સ્તરનાં સૂત્રોનું કહેવું છે કે લશ્કરે તૈયબાના લગભગ ડઝન જેટલા આંતકીને આ ટાર્ગેટ સોંપવામાં આવ્યું છે. આ આતંકવાદીઓને શોધી કાઢવામાં આખી સુરક્ષા યંત્રણાને કામે લગાવવામાં આવી છે, કારણ કે આ કાવતરાની સૂચના અન્ય કોઈએ નહીં, પણ ખુદ ગૃહમંત્રાલયે આપી હોવાથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે.
રાજ્યમાં લશ્કરે તૈયબાના અનેક આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. કેટલાક મોટા નેતાને પકડવામાં પણ આવ્યા છે. પકડવામાં આવેલા મોટા ભાગના આતંકી પાકિસ્તાની નાગરિક છે અને તેમને છોડાવવા માટે લશ્કરે તૈયબાએ આવા કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી છે. એવામાં રાજ્ય સરકારના એક અધિકારી અનુસાર રાજ્યનાં બધાં ઍરપોર્ટની સાથોસાથ મહ¥વનાં સ્થળોની પણ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સ્વતંત્રતાદિનને ધ્યાનમાં રાખી રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
૧૫ આૅગસ્ટને લઈ અગાઉથી જ રાજ્યમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું અને હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આવી ચેતાવણી આપવામાં આવ્યા બાદ રાજ્યના નાગરિકોમાં વિચિત્ર ભય નિર્માણ થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા આતંકી હુમલા અને ગતિવિધિઓને કારણે ડરમાં વધારો થયો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રાસવાદી હુમલાઓમાં વધારો થવાની સાથે ધમકી અને ફરમાનોનો સિલસિલો પણ ખાસ્સો વધી ગયો છે. અને જ્યારે સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાની ચેતાવણી રાજ્યની સુરક્ષા એજન્સીઓ અગાઉથી જ આપી રહી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલયની ચેતાવણીથી દહેશતનું વાતાવરણ નિર્માણ થઈ ગયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY