મુંબઈમાં મલ્ટીપ્લેક્સીસમાં ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લાવવાની હજી પરવાનગી નથી

0
49

મુંબઈ,તા.૮
મહાનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં દર્શકોને બહારથી કે ઘેરથી ખાદ્યપદાર્થો મલ્ટીપ્લેક્સીસ થિયેટરોમાં લઈ જવાની પરવાનગી નથી, કારણ કે મલ્ટીપ્લેક્સીસના માલિકોનું કહેવું છે કે આ પરવાનગી આપવાનું જણાવતો કોઈ લેખિત ઓર્ડર એમને સરકાર તરફથી મળ્યો નથી. બહારના ખાદ્યપદાર્થોના મામલે આમ, દર્શકો તથા મલ્ટીપ્લેક્સીસના માલિકો વચ્ચેની લડાઈ હજી ચાલુ છે.
જાકે રાજ્ય સરકારે દર્શકોને ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો મલ્ટીપ્લેક્સીસમાં લઈ જવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે અને એ નિયમ ગઈ ૧ ઓગસ્ટથી લાગુ થયો છે. રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન રવિન્દ્ર ચવાણે રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રમાં જાહેરાત કરી હતી કે થિયેટરોની અંદર દર્શકોએ ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લઈ જવા નહીં એવી મહાષ્ટ્રર સિનેમાઝ (રેગ્યૂલેશન્સ) એક્ટ, ૧૯૬૬ હેઠળ કોઈ મનાઈ ફરમાવાઈ નથી. એ પ્રતિબંધ ૧ ઓગસ્ટથી હટાવી લેવામાં આવશે.
અગાઉ, મુંબઈ હાઈકોર્ટે પણ એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે સવાલ કર્યો હતો કે મહારાષ્ટÙભરના મલ્ટીપ્લેક્સીસમાં ખાદ્યપદાર્થો અસાધારણ રીતે ઊંચા ભાવે વેચવામાં આવે છે તો સરકારનો એની પર કોઈ અંકુશ કેમ નથી.
દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે હાઈકોર્ટને એક સોગંદનામામાં જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સીસમાં દર્શકોને બહારથી ખાદ્યપદાર્થો લાવવાની પરવાનગી આપવી સલામતીના કારણોસર યોગ્ય નથી એટલે તે મલ્ટીપ્લેક્સીસમાં બાહ્ય ખાદ્યપદાર્થોના મામલે મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માગતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY