ટીસીએસની માર્કેટ મૂડી ૭ ટ્રિલિયન રૂપિયા સુધી ગઈ

0
10

મુંબઈ,
તાતા કન્સલ્ટન્સી સર્વિસની માર્કેટ મૂડી સાત ટ્રિલિયનના આંકડાને પાર કરી ગઈ છે. આની સાથે જ આ સિદ્ધિ મેળવનાર ટીસીએસ ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તેના શેરની કિંમતમાં જારદાર ઉછાળો નોંધાતા ટીસીએસની માર્કેટ મૂડી બીએસઈમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન વધીને ૭૦૩૩.૦૯ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એક્સચેંજમાં માર્કેટ મૂડી ઉંચી સપાટીએ પહોંચી જતાં તેની શેર કિંમત બાવન સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી હતી. ટીસીએસના શેરમાં ૧.૯૧ ટકાનો ઉછાળો નોંધાતા તેના શેરની કિંમત ૩૬૭૪ નોંધાઈ હતી. આ વર્ષે હજુ સુધી આ કંપનીના શેરમાં ૩૫ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ટીસીએસની માર્કેટ મૂડી આ વર્ષે છ ટ્રિલિયનના માર્ક સુધી પહોંચી ગઈ હતી. આની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાદ આ સિદ્ધિ ઉપર પહોંચનાર તે બીજી કંપની બની ગઈ હતી. મહાકાય કંપની ૧૦૦ અબજ ડોલરની માર્કેટ મૂડીથી વધુ કારોબારી સેશનમાં બંધ રહેનાર કંપની બની છે. ટીસીએસની માર્કેટ મૂડી બાદ બીજી નંબર રિલાયન્સ છે જેની માર્કેટ મૂડી ૫૮૩૯.૦૮ અબજ રૂપિયા છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ટીસીએસના માર્ચ ત્રિમાસિક ગાળામાં નેટ નફામાં ૪.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટીસીએસની પ્રતિષ્ઠામાં સતત વધારો થઇ રહ્યો છે. S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY