કેનેડાના સિંગર જોન જેમ્સ મૈકમુરેયનું પ્લેનની વિંગ પરથી પડી જતાં મોત

0
34

ટોરેન્ટો,તા.૨૫
કેનેડાનાં જાણીતા સિંગર અને રૈપર જાન જેમ્સ મૈકમુરેયનું પ્લેનની વિંગ પરથી નીચે પડી જવાથી મોત થઈ ગયું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જાન જેમ્સ પોતાના એક મ્યૂઝિક વિડીયોનું શૂટ કરી રહ્યો હતો, પરંતુ અચાનક સંતુલન બગડતા તેમનો પગ લપસી ગયો હતો અને હજારો ફૂટની ઊંચાઈથી તે નીચે પડી ગયો હતો જેનાથી ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતુ. તે ૩૪ વર્ષનો હતો.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જાન જેમ્સ મૈકમુરેય પોતાના ગીતોમાં ખતરનાક સ્ટંટ માટે જાણીતો છે. કહેવામાં આવે છે કે તે આવું જ સ્ટંટવાળુ શૂટ કરી રહ્યો હતો. જાન જેમ્સ મૈકમુરેયનાં નિધનની જાણકારી તેમના મેનેજરે આપી. મેનેજરે જણાવ્યું કે જાન મૈકમુરેય જે સમયે વિમાનનાં વિંગ પર સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ખોટી રીતે ચાલવાના કારણે તેનું સંતુલન બગડી ગયું હતુ.
પાયલટે વિમાનને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાર સુધી જાન જેમ્સ મૈકમુરેયનો હાથ જહાજથી છૂટી ગયો હતો. મેનેજરે જણાવ્યું કે જાન જેમ્સ મૈકમુરેયે પૈરાશૂટ પહેરેલું હતુ, પરંતુ સમય પર ના ખુલવાનાં કારણે તેનું નિધન થયુ. આ ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY