તેલંગાણા ચૂંટણી : સીટ જીતવા માટે ઉમેદવારો અપનાવવા લાગ્યા નવા નુસ્ખા

0
32

હૈદરાબાદ,તા.૩૦
જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓને પ્રજા યાદ આવે છે. મત માંગવા માટે નેતાઓ નવા નવા પ્રયોગો પણ કરતાં હોય છે. આવા જ પ્રયોગો તેલંગાણામાં શરૂ થઈ ગયા છે. અહીં નેતાઓ મત માટે લોકોની દાઢી-મુંછ કરવા ઉપરાંત સ્નાન કરાવવા સુધીના કામો કરવા લાગ્યા છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર તેલાંગણા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મધુસૂદન ચારી ભૂપાલપલ્લી વિધાનસભા બેઠકથી ટીઆરએસના ઉમેદવાર છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે એક હેર કટિંગ સલૂનમાં પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ દાઢી કરાવી રહ્યો હતો ત્યારે જ અચાનક પૂર્વ વિધાનસભાના અધ્યક્ષએ અસ્તરો હાથમાં લીધો અને તેની દાઢી જાતે જ કરવા લાગ્યા. એટલું જ નહીં દાઢી કરતાં કરતાં તેમણે મત માટે અપીલ પણ કરી કે, “હું તારી સેવા કરી રહ્યો છું તો મને મત જરૂર આપજા…”
નાલગોંડા જિલ્લાના તુંગાતુર્તી વિસ્તારમાં પણ આવા જ દ્રશ્યો જાવા મળ્યા હતા. અહીં ટીઆરએસના ઉમેદવાર ગદારી કિશોરએ મત માટે પદયાત્રા કરી અને તે સમયે તે પણ એક સલૂનમાં ઘુસી ગયા અને વાળ કપાવા બેસેલા લોકોના વાળ કાપવા લાગ્યા.
જા કે આ તમામમાં સૌથી ચર્ચાસ્પદ યેલ્લાંડૂ વિધાનસભાની બેઠકની સ્થિતી રહી… આ બેઠક પરના ઉમેદવાર કોરમ કનકઈયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ પદયાત્રા દરમિયાન તેઓ એક ઘર બહાર એક વ્યક્તિ સ્નાન કરી રહ્યો હતો. નેતાજીએ આ તકને ઝડપી લીધી અને પોતે જ પાણીની ડોલ ભરી લાવ્યા અને તે વ્યક્તિને નહાવામાં મદદ કરવા લાગ્યા અને મત પણ માંગવા લાગ્યા. મહત્વપૂર્ણ છે કે તેલંગાણામાં ૭ ડિસેમ્બરના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. તેવામાં નેતાઓએ મત માંગવા માટે એડીચોટીનું જાર લગાડવાનું શરૂ પણ કરી દીધું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY