સુરત,તા.૩૦
સુરતના સરથાણામાં મામાએ ભાણી સાથે એવું કૃત્ય આચર્યું કે જાણીને પગતળેથી જમીન સરકી જાય. અહીં એક ૧૪ વર્ષની કિશોરીને તેના સગા મામાએ હવસનો શિકાર બનાવી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ થતાં મામાની ધરપકડ કરાઇ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સરથાણામાં ૨૪ વર્ષના નરાધમ મામાએ તેની બહેનની જ દીકરી એટલે કે સગી ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર જ્યારે રાત્રે ઉંઘી રહ્યા હતો ત્યારે સુનિલ નામના યુવકે તેનો ફાયદો ઉઠાવી ભાણીને પીંખી નાંખી. આ અંગેની જાણ તેની માતાને કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો.
દુષ્કર્મી અન્ય કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ હોવાનું જાણીને કિશોરીની માતા અવાક થઇ ગઇ હતી. આ અંગે પરિવારના અન્ય સભ્યોને વાત કરતા અંતે ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારે મોડી રાત્રે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા સુનિલની ધરપકડ કરીને પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.
દુષ્કર્મનો આરોપી સુનિલ તેની બહેન સાથે સુરતમાં રહેતો હતો. સુનિલ કારખાનામાં મજૂરી કામ કરતો હતો. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આરોપી સુનિલ બાળપણથી જ તેની બહેન સાથે રહેતો હતો. સુનિલ મૂળ મધ્ય પ્રદેશનો છે. તેના લગ્ન નથી થયા. પરિવાર રાત્રે ટેરેસ પર ઉંઘી રહ્યો હતો ત્યારે તેની દાનત બગડી હતી અને સગી ભાણીને જ પોતાનો શિકાર બનાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




