ટેલિકોમ સેક્ટર સંકટમાં : ૬૦ હજારથી વધુ કર્મચારીઓની છટણી થશે..!!

0
186

ન્યુ દિલ્હી,તા.૨૩
ટેલિકોમ સેક્ટરમાં આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૬૦ હજારથી વધુ લોકોની છટણી થઇ શકે છે. હવે મર્જર કરનારી કંપનીઓની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર, ટાવર ફર્મ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિટેઇલ આર્મ્સ વધુ કર્મચારીઓને રાખવા માગતા નથી.
સ્ટાફિંગ ફર્મ ટીમ લીઝ સર્વિસીઝનું કહેવું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ સમાપ્ત થનાર નાણાકીય વર્ષ સુધીમાં ટેલિકોમ સેક્ટરમાંથી ૬૦ હજારથી વધુ નોકરીઓ જઇ શકે છે. તેની સૌથી વધુ અસર કસ્ટમર સપોર્ટ અને ફાઇનાન્શિયલ વર્ટિકલ્સ પર પડશે. આ બંને સેગ્મેન્ટ્‌સમાંથી અનુક્રમે ઓછામાં ઓછી ૮૦૦૦ અને ૭૦૦૦ નોકરીઓ જવાની દહેશત છે.
ટીમ લીઝની કો-ફાઉન્ડર રીતુપર્ણા ચક્રવર્તીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રી હવે સ્ટેબલ થઇ રહી છે. આથી નાણાકીય વર્ષ ૨૦૧૯ બાદ છટણી અટકી શકે છે અને કંપનીઓ ફ્રેશ હાયરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે કોન્સોલિડેશનને લઇને ૨૦૧૯માં ટેલિકોમ સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સમાં ૬૦થી ૭૫ હજાર નોકરીઓ જઇ શકે છે.
એક ઇન્ડસ્ટ્રી એકિજકિયુંટિવના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯માં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બે ક્વાર્ટરમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ૧૫થી ૨૦ હજાર નોકરીઓ ઓછી થઇ છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુના જણાવ્યા અનુસાર અમે અત્યારે કટોકટીના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ.
હવે કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ફોર-જી નેટવર્ક એક્સપાનન્સનમાં હાયરિંગ વધારી રહી છે. ટેલિકોમ સેક્ટરમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં પ્રાઇસ વોર અને મર્જર જાવા મળ્યું છે અને તેથી આ સેક્ટરમાં સંકટ ઊભું થયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY