રાયપુર,તા.૨૩
૫ રાજ્યોમાં આગામી દિવસોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ હવે મામલો ગરમ થતો જઈ રહ્યો છે. કોંગ્રેસ છત્તીસગઢ વિધાનસભાના ૨૨ નવેમ્બરના થનારા બીજા તબક્કાના મતદાન માટેના ૬ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી ધ્યાન ખેંચનારું નામ કરુણા શુક્લાનું છે.
કરુણા શુક્લા પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના વિરોધ મોરચો માંડીને બેઠા છે. હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મુખ્યમંત્રી રમણ સિંહ સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, મ્ત્નઁ હવે અટલજી અને આડવાણીજીની પાર્ટી નથી રહી, પાર્ટીમાં પૈસાદાર અને ચાપલૂસી કરનારાનો દૌર ચાલી રહ્યો છે.
કોંગ્રેસે જે બીજી યાદી જાહેર કરી તેમાં તેમનું ના છે. આ અગાઉ કોંગ્રેસે ૧૮ ઓક્ટોબર પ્રથમ તબક્કા માટે ૧૨ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. એક સમયે છત્તીસગઢ ભાજપનો ચહેરો રહેલા કરુણા શુક્લા છેલ્લા ઘણા સમયથી ભાજપ હાઈકમાન્ડથી નારાજ હતાં. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સાથે જાડાયેલાં હતા.
છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ રેલીના મંચ પર તેમની સાથે જે રીતે વાતચીત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંગ્રેસ તેમના અંગે કંઈક મોટું વિચારી રહી છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





