આતંકવાદીઓ માટે હવે દેશમાં ઘૂસવું મુશ્કેલ : પાક. સીમા પર હવે અદશ્ય દીવાલ

0
9

શ્રીનગર,તા.૧૭
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં દેશના સૌપ્રથમ સ્માર્ફેન્સિન્ગ પાયલટ પ્રોજેકટનું ઉદઘાટન કર્યું છે. જાકે આ પ્રકારની ફૅન્સની માગ બહુ સમય પહેલાં કરવામાં આવી હતી, આ સિસ્ટમને દેશમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથે જાડાયેલી સીમા પર લગાવાઈ છે.
સરહદ પારથી આતંકીઓ જમ્મુ-કાશ્મીરથી ઘૂસણખોરી દેશમાં આવતા હતા. આનાથી આપણા સુરક્ષાદળો પણ વધુ પરેશાન હતા. સુરક્ષા રાખવા છતાં આતંકવાદીઓ દેશમાં ઘૂસી આતંકવાદ ફેલાવી જતા રહેતા હતા. હવે આવું કરવું તેમના માટે મુશ્કેલ બનશે. હવે ભારત-પાકિસ્તાન સીમા પર ૫.૫ કિલોમીટરના વિસ્તારમાં આ નવી સિસ્ટમને લગાવાઈ છે. આ સિસ્ટમ ખૂબ હાઇટેક છે.
ક્મ્પિસિવ્ હેન્સીવ ઇન્ટિગ્રેર્ટેડ બાર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ એક અદશ્ય દીવાલ જેવું કામ કરશે. જમીન પર ઓપ્ટિકલ ફાઈબર સિસ્ટમ્સ, પાણીના રસ્તાઓમાં સેન્સરયુક્ત સોનાર સિસ્ટમ અને હવામાં હાઇ રિઝોલ્યુશન કેમેરા અને એરોસ્ટેટ કેમેરા દુશ્મનની દરેક ચાલ પર ધ્યાન રાખશે.
હાઇટેક તકનીકની મદદથી આ સિસ્ટમ કન્ટ્રોલ રૂમને માહિતી આપશે. એના પછી કોઈ જાખમી સ્થિતિ મા કિવક રિએક્શન ટીમ સ્થળ પર પહોંચી જશે.
આ પાયલટ પ્રોજેક્ટ પછી ભારત-પાકની ૭૦૦ કિમી લાંબી સીમા પર હાઇટેક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પછીથી ભારત-બાંગ્લાદેશની સીમા પર લગાવાશે. નવી બાર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ હવે સૈનિકોને હંમેશાં સીમા પર તહેનાત રાખી સુરક્ષા કરાવવાની જરૂર નથી. સિસ્ટમ જ આખી પરિસ્થિતિ સંભાળશે.
આ પ્રકારની સ્માર્ટ અને હાઇટેક ફેન્સીંગ ઇઝરાયેલ, અમેરિકા, સાઉદી અરબ, બલ્ગેરિયા, હંગેરી, મોરક્કોમાં લગાવવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY