દુબઈ,તા.૧૧
વર્ષ ૨૦૦૮માં બીસીસીઆઈ દ્વારા શરૃ કરાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સફળતા બાદ આઈસીસીના ઘણા સભ્ય દેશોએ પોતાની ટી-૨૦ લીગ શરૃ કરી છે જેને પાંચ દિવસીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. આઈસીસી હવે આ મુદ્દે ચિંતિત છે અને તેઓ તેના પર લગામ લગાવવાની યોજના બનાવી રહી છે.
આઈસીસી વિવિધ ટી-૨૦ અને ટી-૧૦ લીગ પર લગામ લગાવવા અંતર્ગત આગામી અઠવાડિયે યોજાનાર બેઠકમાં તેના ભવિષ્યના નિયમ અને સ્વીકૃતિ અંગે ચર્ચા કરશે. તાજેતરમાં આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી-૧૦ લીગ છે જે ગત વર્ષે શારજાહમાં રમાઈ હતી.
આઈસીસીના ક્રિકેટ જનરલ મેનેજર જ્યોફ એર્લાડિસે કહ્યું કે, આ મુદ્દે ૨૦ ઓક્ટોબરે સિંગાપુરમાં યોજાનાર બોર્ડની બેઠકમાં ચર્ચા કરાશે. તેઓએ વધુમાં કહ્યું કે, લીગ માટે ખેલાડીઓને રિલીઝ કરવા અંગે પણ ચર્ચા થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



