‘તિતલી’ વાવાઝોડાનો હાહાકાર : આંધ્રપ્રદેશમાં આઠ લોકોના મોત

0
16

ભૂવનેશ્વર/અમરાવતી,તા.૧૧
બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તિતલી આજે સવારે પાંચ વાગ્યે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાના ગોપાલપુરના દરિયાકાંઠાને અથડાઈને આગળ નીકળી ગયું છે. પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે ૩ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આંધ્રના શ્રીકાકુલમ અને વિજયનગરમાં વાવાઝોડાના કારણે ૮ લોકોના મોત થયા છે.
ઓરિસ્સામાં વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ અને પુરી જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. મકાનના થાપરા પણ ઉડી ગયા છે. જાકે કોઈ જાનહાનીની માહિતી મળી નથી. તીતલી તોફાન આંધ્ર અને દક્ષિણ ઓરિસાના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ટકરાયા બાદ બંગાળ તરફ આગળ વધી ગયું છે. ગોપાલપુરમાં આવેલા સમુદ્રી તોફાનમાં માછીમારોની એક નૌકા ડૂબી ગઇ હતી. તેમાં સવાર પાંચ માછીમારોને બચાવી લેવાયા છે.
ભારેથી અતિભારે વરસાદની ચેતવણી બાદ ઓડિશા સરકારે સમુદ્ર કિનારે આવેલા પાંચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ ખાલી કરાવી દીધા છે. તિતલી ર૮૦ કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં ઊભું થયું હતું.
આ વાવાઝોડાની અસરથી ૧ર ઓક્ટોબર એટલે કે આવતી કાલ સુધીમાં સમગ્ર ઓડિશા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમુદ્રની લહેરો પણ તોફાની બનશે અને વિનાશક મોજાંઓ કિનારે વિનાશ નોતરશે. મુખ્ય સચિવ આદિત્યપ્રસાદ પાધીએ જણાવ્યું કે રાજ્યમાં આજે યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓને રદ્દ કરી દેવામાં આવી છે. ચક્રવાત અને અતિભારે વરસાદની સંભાવનાના કારણે તમામ અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. તિતલીના કારણે ૧૧-૧ર ઓક્ટોબરે ભુવનેશ્વર, કટક, ઢેંકનાલ, સંભલપુર, ખુર્દા અને બેરહમપુરમાં યોજાનારી રેવલે ભરતી બોર્ડની પરીક્ષા પણ ઓડિશા સરકારે રદ કરી દીધી છે.
એનડીઆરએફની ૧૪ ટીમને ઓડિશાના બાલાસોર, સંભલપુર, ગજાપતિ, નાયાગઢ, પુરી, જાજપુર, કેન્દ્રપાડા, ભદ્રક, ગંજમ અને ભુવનેશ્વરમાં તહેનાત કરી દેવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની ચાર ટીમને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ અને વિજયનગરમાં સ્ટેન્ડટુ રાખવામાં આવી છે.
ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગાપટ્ટનમ વચ્ચે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. આગામી ૧૮ કલાકમાં આ ભૂસ્ખલન અત્યંત ગંભીર સ્તરે પહોંચે તેવી શકયતા છે. તિતલીની સૌથી વધુ અસર ઓડિશાના ૧૮ જિલ્લામાં જાવા મળી છે. આ તમામ જિલ્લાઓમાં સરકારે રેડ એલર્ટ જારી કરી દીધું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY